ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકન આર્મીએ કેરેબિયન સીમાં ફરી વરસાવ્યા બોમ્બ, ડ્રગ માફિયાનું જહાજ ધ્વસ્ત

વિશ્વ / અમેરિકન આર્મીએ કેરેબિયન સીમાં ફરી વરસાવ્યા બોમ્બ, ડ્રગ માફિયાનું જહાજ ધ્વસ્ત

Published By: Nirav Kumar

Last Updated: 12:49 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરેબિયન સમુદ્રમાં અમેરિકી સેનાએ ડ્રગ તસ્કરીમાં સામેલ હોવાના આરોપવાળા એક જહાજ પર હુમલો કરી ચાર લોકોને મારી નાખ્યા છે. આ કાર્યવાહી 19 સપ્ટેમ્બરે ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી.

ADVERTISEMENT

કેરેબિયન સમુદ્રમાં અમેરિકન સેનાએ એક જહાજ પર મારક હુમલો કર્યો છે. અમેરિકી દક્ષિણી કમાન્ડના જણાવ્યા અનુસાર આ જહાજ નો ઉપયોગ નશીલા પદાર્થોની તસ્કરી માટે થઈ રહ્યો હતો. 19 સપ્ટેમ્બરે જોઈન્ટ ટાસ્ક ફોર્સ વેસ્ટર્ન હેમિસ્ફિયરે આ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ચાર લોકોના મોત થયા છે.

જે અંગે સેનાએ કહ્યું કે તેમની પાસે આ જહાજની હિલચાલ અંગે કન્ફર્મ કરેલી ગુપ્ત માહિતી હતી. આ જહાજ એવા સમુદ્રી માર્ગો પર ફરતું હતું જે પહેલેથી જ ડ્રગ તસ્કરી માટે જાણીતા છે. આ જાણકારીના આધારે સેનાએ તેને નિશાન બનાવ્યું અને જીવલેણ હુમલો કર્યો. અમેરિકી કમાન્ડે માર્યા ગયેલા ચાર લોકોને ‘નાર્કો-ટેરરિસ્ટ’ ગણાવ્યા છે, એટલે કે એવા લોકો જેમના પર ડ્રગ તસ્કરી અને તેની સાથે જોડાયેલી ગુનાહિત એક્ટીવીટીનો આરોપ છે.

આ કાર્યવાહીને સેનાએ ‘લિથલ કાઇનેટિક સ્ટ્રાઈક’ તરીકે ગણાવી છે. અમેરિકન દક્ષિણી કમાન્ડે એક્સ પર આ માહિતી શેર કરી હતી. હાલમાં વહાણ પર સવાર લોકોની ઓળખ કે તેમની નાગરિકતા અંગે કોઈ ડીટેલ જાહેર કરવામાં આવી નથી.

વધુ વાંચો : 100% ટેરિફવાળા કાયદાને ટ્રમ્પે આપી મંજૂરી, વધી ભારતની મુશ્કેલી

આ ઘટના કેરેબિયન વિસ્તારમાં ડ્રગ તસ્કરી સામે અમેરિકી સેનાની સક્રિય કાર્યવાહીને ફરી એકવાર સામે લાવી છે. જેમાં સેનાનું કહેવું છે કે આ પગલું સીધું નશીલા પદાર્થોની તસ્કરી અટકાવવાના અભિયાનનો ભાગ હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

drug trafficking Caribbean Sea US military

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ