ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:39 PM, 20 September 2026
ADVERTISEMENT
એશિયન ગેમ્સ 2026માં ભારતને બે સિલ્વર મેડલ અપાવનારી ખેલાડી એલાવેનિલ વલારિવન હાલ ચર્ચામાં છે. જેમાં 27 વર્ષીય આ નિશાનેબાજે પહેલા મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં અને પછી ઈન્ડિવિઝ્યુઅલ કોમ્પિટિશનમાં પણ દેશને મેડલ અપાવ્યો છે.
ADVERTISEMENT
Heartiest congratulations to Elavenil Valarivan, Vidarsa K Vinod and Sonam Uttam Maskar on winning Silver Medal in the Women’s 10m Air Rifle Team event at the Asian Games 2026. Your commendable achievement has opened India’s medal account at the Games and brings immense pride to…
— President of India (@rashtrapatibhvn) September 20, 2026
નાગોયા (જાપાન)માં યોજાયેલી સ્પર્ધામાં એલાવેનિલે સોનમ મસ્કર અને વિદર્સા કોચલુમકલ સાથે મળીને ટીમ ઇવેન્ટમાં 1898 પોઈન્ટ્સ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જેમાં ચીનની ટીમે 1904 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ હાથે કર્યો. આ સાથે ભારતીય મહિલા ટીમે સતત બીજી વાર સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
ADVERTISEMENT
Another Silver for Elavenil Valarivan!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 20, 2026
Heartiest congratulations to Elavenil Valarivan on securing the Silver Medal in the Women’s 10m Air Rifle Individual event at the #AsianGames2026.#Cheer4Bharat pic.twitter.com/sfZG1RnOn6
ઈન્ડિવિઝ્યુઅલ કોમ્પિટિશનમાં પણ એલાવેનિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેને 633 પોઈન્ટ્સ મેળવ્યા હતા. ફાઇનલમાં તે લાંબા સમય સુધી ગોલ્ડ મેડલની દાવેદાર રહું અને જાપાની પ્લેયરબે પાછળ રાખીને આગળ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જોકે અંતમાં જાપાની પ્લેયરે 253 પોઈન્ટ્સ સાથે ગોલ્ડ જીતી લીધો. જ્યારે એલાવેનિલે 252.4 પોઈન્ટ્સ સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આમ એલાવેનિલ વલારિવને ટીમ અને ઈન્ડિવિઝ્યુઅલ કોમ્પિટિશન એમ બંને ઇવેન્ટમાં ભારતને મેડલ અપાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ