ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ઓવરબ્રીજ પર ઓવરસ્પી઼ડ BMW કારચાલકને ભારે પડી! બ્રિજ પરથી એવી પટકાઈ કે ઘટનાસ્થળે જ 3ના મોત
Last Updated: 01:20 PM, 20 September 2026
ADVERTISEMENT
મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મરીન ડ્રાઇવથી હાજી અલી તરફ જઈ રહેલી એક ઝડપી ગતિની BMW કાર અચાનક કાબૂ બહાર જતાં પુલની રેલિંગ સાથે અથડાઈને નીચે ખાડામાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ યુવાનોના મોત થયા છે, જ્યારે એક યુવાનની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, આ અકસ્માત રવિવારે સવારે 5:20 વાગ્યે લાલા લાજપત રાય કોલેજ નજીક આવેલા લોટસ જેટી પાસે થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે BMW ખૂબ જ ઝડપથી દોડી રહી હતી. કાર એક વળાંક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ BMW રોડ ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ઉછળીને પુલની નીચે ખાબકી ગઈ હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે કારનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને તેમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા.
ADVERTISEMENT
અકસ્મતાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ઘાયલોને સારવાર માટે નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તપાસ બાદ ડોક્ટરોએ ત્રણ યુવાનોને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં **ધૈર્ય દર્શન સેઠ (17), આદિત્ય જક્સાનિયા (19) અને શનય ગજ્જર (21)**ના મોત થયા છે. જ્યારે આદિત્ય કલ્પેશ્વર ઓસ્વાલ (23) ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની હાલત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
मुंबई में BMW कार हादसे का CCTV आया है.. कार की रफ्तार का अंदाजा आप तस्वीरें देखकर लगा सकते हैं.. कार फ्लाईओवर की दीवार तोड़ती है.. 4 पलटे खाकर जमीन से टकरा जाती है... pic.twitter.com/THQu8lzbNo
— UJJWAL DOBHAL (@UjjwalDobhal) September 20, 2026
ADVERTISEMENT
પોલીસ રિપોર્ટ પ્રમાણે BMW કાર 200 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડી રહી હતી. વધુ ઝડપના કારણે ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ત્યારબાદ કાર કોસ્ટલ રોડ પર રોડ ડિવાઇડર અને પાવર થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સામેલ BMWનો રજીસ્ટ્રેશન નંબર DD01-C-6302 છે. આ કાર દાદરા અને નગર હવેલીમાં રજીસ્ટર્ડ છે અને ફાલ્ગુન ગજરના નામે હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે તારદેવ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત કેવી રીતે થયો અને કારની ઝડપ સહિતના અન્ય મુદ્દાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : ટ્રેનમાં ટિકિટ વગર પકડાયેલી યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, દંડથી બચવા પોતે જ ફાડ્યા કપડાં
ADVERTISEMENT
મુંબઈનો કોસ્ટલ રોડ દક્ષિણ મુંબઈને પશ્ચિમી વિસ્તારો સાથે જોડતો મહત્વનો માર્ગ છે. આ કોસ્ટલ રોડ આશરે 10.58 કિલોમીટર લાંબો અને 8-લેનનો એક્સપ્રેસવે છે. આ માર્ગ દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ પર આવેલા પ્રિન્સ સ્ટ્રીટ ફ્લાયઓવરને વરલીમાં બાંદ્રા-વરલી સી લિંક વિસ્તાર સાથે જોડે છે. વહેલી સવારે બનેલા આ ગંભીર અકસ્માતે ફરી એક વખત ઝડપી ગતિએ વાહન ચલાવવાના જોખમને સામે લાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો