ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:30 PM, 20 September 2026
ADVERTISEMENT
Robokidz Eduventures નો IPO આવતીકાલે, એટલે કે સોમવારે રોકાણકારો માટે ખુલશે. આ ઈશ્યુ સાઇઝ 31.09 કરોડ રુપિયા છે, જેમાં સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. રોકાણકારો 23 સપ્ટેમ્બર સુધી બિડ કરી શકે છે. શેર દીઠ પ્રાઈસ બેન્ડ 100 રુપિયા થી 106 રુપિયાની વચ્ચે નક્કી કરવામાં આવી છે. એક લોટમાં 1,200 શેરનો સમાવેશ થાય છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ માટે બિડ કરવાની રહેશે, જેના માટે 2,54,400 રુપિયાનું રોકાણ કરવું પડશે. શેરનું લિસ્ટિંગ 28 સપ્ટેમ્બરે થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
ગ્રે માર્કેટમાં મચાઇ ધૂમ
SME સેગમેન્ટમાં 'રોબોકિડ્ઝ એડુવેન્ચર્સ' નો IPO ગ્રે માર્કેટમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. આ રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં, તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 51રુપિયા હતું. IPOની કિંમત પ્રતિ શેર 106 રુપિયા નક્કી કરવામાં આવી હોવાથી, આ અત્યાર સુધીમાં 48.11% નો વધારો સૂચવે છે, જેનાથી શેરની અસરકારક કિંમત 157 રુપિયા થાય છે.
ADVERTISEMENT
જો લિસ્ટિંગ સુધી આ ગતિ જળવાઈ રહે, તો રોકાણકારોને નોંધપાત્ર નફો મળી શકે છે. જોકે, GMP નિશ્ચિત વળતરની ખાતરી આપતું નથી. તે માત્ર બજારનો અંદાજ છે અને IPO લિસ્ટિંગ સુધીમાં તેમાં નોંધપાત્ર વધઘટ થઈ શકે છે.
શું કરે છે કંપની?
ADVERTISEMENT
ડિસેમ્બર 2014 માં સ્થાપિત, રોબોકિડ્ઝ એજ્યુવેન્ચર્સ લિમિટેડ એક શિક્ષણ ટેકનોલોજી કંપની છે. તે K-12 ના વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) માં ટેકનોલોજી-આધારિત લર્નિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ સોલ્યૂશન ઉપલબ્ધ કરાવે છે.
આ કંપની સમગ્ર ભારતમાં શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંગઠનોને શૈક્ષણિક લેબની સ્થાપના, સબ્સ્ક્રિપ્શન-આધારિત લર્નિંગ પ્રશિક્ષણ, શિક્ષકોની તાલીમ, ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ, શૈક્ષણિક કિટ્સ અને તકનીકી સહાય જેવી સર્વિસ પૂરી પાડે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈન્કમટેક્સના રૂલ્સમાં CBDTએ કર્યો ફેરફાર, કરદાતાઓ ખાસ નજર મારી લે
કંપની શું કરશે પૈસાનું?
ADVERTISEMENT
કંપની IPOમાંથી મળેલી રકમમાંથી 23.46 કરોડ રુપિયાનો ઉપયોગ તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે. આ ઉપરાંત, 2.20 કરોડ રુપિયાનો ઉપયોગ અમુક બાકી લોનની સંપૂર્ણ કે આંશિક ચુકવણી અથવા અગાઉથી ચુકવણી કરવા માટે કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ