ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં વાસી-સડેલું ભોજન અપાયું, મસાલા પણ એક્સપાયર, વિદ્યાર્થીઓનો હોબાળો

અમદાવાદ / VIDEO : ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં વાસી-સડેલું ભોજન અપાયું, મસાલા પણ એક્સપાયર, વિદ્યાર્થીઓનો હોબાળો

Published By: Hiralal Parmar
Reported By: Shubham Bhatt

Last Updated: 04:06 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ ફરી એક મોટા વિવાદમાં ઘેરાઈ છે. આ વખતે હોસ્ટેલની કેન્ટીનમાં વાસી અને સડેલું ભોજનનો મામલો સામે આવ્યો છે.

ADVERTISEMENT

ગુજરાત વિદ્યાપીઠની વધુ એક વાર લાલિયાવાડી સામે આવી છે. હોસ્ટેલની મેસમાં વાસી અને સડેલું ભોજન આપવામાં આવતું હોવાનું આવ્યું સામે છે. શાકભાજી પણ સડેલી હાલતમાં જોવા મળ્યાં હતા તે ઉપરાંત મસાલા એક્સપાયર થયેલા વાપરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ગત રોજ વિદ્યાર્થીઓએ આ અંગે હોબાળો મચાવ્યો હતો. સડેલા શાકભાજી આપતા હોવાના વીડિયો સામે આવ્યાં છે.

બોયઝ હોસ્ટેલમાં વરસાદી પાણી ઘુસ્યું

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હોસ્ટેલ વિવાદમાં આવી હતી. ગત સોમવારે ભારે વરસાદને કારણે બોયઝ હોસ્ટેલમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. . હોસ્ટેલની મેસ સુધી પહોંચવાના રસ્તા તેમજ મેસની અંદર પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને પાણીમાં ઊભા રહીને જ ભોજન લેવાની સ્થિતિ સર્જાઈ હતી.બોયઝ હોસ્ટેલમાં 400થી વધુ વિદ્યાર્થીઓ રહે છે. ભારે વરસાદ બાદ હોસ્ટેલ પરિસરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી કલાકો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. મેસમાં જવાના રસ્તા પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.

વધુ વાંચો : ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

પાણીમાં ઇયળો અને કાનખજૂરા જોવા મળ્યાં

વાયરલ વીડિયોમાં પાણીમાં ઇયળો અને કાનખજૂરો જેવા જીવજંતુઓ પણ તરતા જોવા મળ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે હોસ્ટેલની સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ