ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / બિયોન્ડ વીડિયોઝ / ટેક અને ઓટો / ડેયલી ડોઝ / તમારા નામે કેટલા SIM Card છે? એક ભૂલ પડી શકે છે ભારે, 50 લાખ સુધીનો દંડ અને 3 વર્ષની જેલ
Last Updated: 10:54 AM, 23 September 2026
ADVERTISEMENT
Daily Dose SIM Card Fraud : આજના સમયમાં મોબાઈલ નંબર માત્ર વાતચીતનું માધ્યમ નથી રહ્યો. બેન્કિંગ, UPI, સોશિયલ મીડિયા અને અનેક ડિજિટલ સેવાઓ સાથે મોબાઈલ નંબર જોડાયેલો હોય છે. આવી સ્થિતિમાં તમારા નામે કોઈ અજાણ વ્યક્તિ SIM Card ચલાવતી હોય તો તે ભવિષ્યમાં ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને નકલી ઓળખ, ખોટા દસ્તાવેજો, બીજાના નામે લેવાયેલા SIMના ગેરકાયદેસર ઉપયોગ અને મોબાઈલના IMEI નંબર સાથે છેડછાડ સામે સરકાર દ્વારા કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
ADVERTISEMENT
દૂરસંચાર વિભાગે 21 સપ્ટેમ્બરે જાહેર કરેલી એડવાઇઝરીમાં નકલી ઓળખ અથવા ખોટા દસ્તાવેજોના આધારે મોબાઈલ કનેક્શન મેળવવા, અન્ય વ્યક્તિના નામે લેવાયેલા SIMનો ગેરકાયદેસર ઉપયોગ કરવા અને IMEI નંબર સાથે છેડછાડ જેવા કૃત્યો સામે કાયદેસરની કાર્યવાહી અંગે ચેતવણી આપવામાં આવી છે. આવા ગુનામાં 50 લાખ રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ જોગવાઈનો મુખ્ય હેતુ મોબાઈલ કનેક્શનના દુરુપયોગથી થતા સાયબર ફ્રોડ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો છે.
ADVERTISEMENT
ધારો કે કોઈ વ્યક્તિના દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને તેના નામે મોબાઈલ કનેક્શન મેળવી લેવામાં આવે. ત્યારબાદ આ નંબરનો ઉપયોગ સાયબર ઠગાઈ, ફ્રોડ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થઈ શકે છે. મોબાઈલ નંબર બેન્કિંગ અને અન્ય ડિજિટલ સેવાઓ સાથે જોડાયેલો હોવાથી તેનો દુરુપયોગ થાય તો સંબંધિત વ્યક્તિ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે તમારા નામે કેટલા મોબાઈલ કનેક્શન સક્રિય છે તેની સમયાંતરે તપાસ કરવી મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
તમારા નામે હાલમાં કેટલા મોબાઈલ નંબર સક્રિય છે તે જાણવા માટે સરકારના Sanchar Saathi પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે.
ADVERTISEMENT
રિપોર્ટ બાદ સંબંધિત નંબર સામે વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
છત્તીસગઢમાં એક મામલામાં SIM વેચતા એજન્ટ દ્વારા લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમની જાણ બહાર અનેક મોબાઈલ કનેક્શન એક્ટિવેટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. મામલો ધ્યાનમાં આવ્યા બાદ સંબંધિત SIM કાર્ડ બ્લોક કરવામાં આવ્યા હતા. આવા કિસ્સાઓ એ વાત તરફ ધ્યાન દોરે છે કે પોતાના નામે કેટલા મોબાઈલ કનેક્શન ચાલી રહ્યા છે તેની માહિતી રાખવી જરૂરી છે.
SIM ઉપરાંત મોબાઈલ ફોનના IMEI નંબરની સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. તમારા ફોનમાં IMEI નંબર જાણવા માટે #06# ડાયલ કરી શકાય છે. ત્યારબાદ ફોનની સ્ક્રીન પર IMEI નંબર દેખાશે. ખાસ કરીને સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદતી વખતે IMEI નંબરની ચકાસણી કરવી જરૂરી છે. Sanchar Saathi પોર્ટલ પર ઉપલબ્ધ Know Genuineness of Your Mobile Handset સુવિધા દ્વારા હેન્ડસેટ સંબંધિત માહિતી પણ તપાસી શકાય છે.
સામાન્ય રીતે એક વ્યક્તિ પોતાના નામે મહત્તમ 9 મોબાઈલ કનેક્શન રાખી શકે છે. આ મર્યાદા તમામ ટેલિકોમ ઓપરેટરોને મળીને ગણવામાં આવે છે. એટલે અલગ-અલગ કંપનીના 9-9 SIM રાખવાની મંજૂરી નથી. જોકે જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોમાં આ મર્યાદા 6 મોબાઈલ કનેક્શનની છે.
તમારા નામે કોઈ અજાણ્યો નંબર તો સક્રિય નથી ને, તેની સમયાંતરે તપાસ કરો. જૂના અથવા ઉપયોગમાં ન હોય તેવા મોબાઈલ કનેક્શન વિશે પણ માહિતી મેળવો. સાથે જ તમારા ઓળખ દસ્તાવેજો અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો અને સેકન્ડ હેન્ડ મોબાઈલ લેતી વખતે IMEIની ચકાસણી અવશ્ય કરો. તમારા નામે કોઈ બીજું SIM ચલાવી રહ્યું હોય તો સમસ્યા ઊભી થાય તે પહેલાં તેની જાણકારી મેળવવી સૌથી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT