ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / NFSU ગાંધીનગર ખાતે ‘ઇમર્જિંગ સિન્થેટિક ડ્રગ એનાલિસિસ’ પર પાંચ દિવસીય ક્ષમતા-નિર્માણ કાર્યક્રમનો પ્રારંભ
Last Updated: 10:44 AM, 23 September 2026
ADVERTISEMENT
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે દેશભરના ફોરેન્સિક વૈજ્ઞાનિકો માટે "ઇમર્જિંગ સિન્થેટિક ડ્રગ એનાલિસિસ" પર પાંચ દિવસીય ક્ષમતા-નિર્માણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા.21થી 25 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સિન્થેટિક ડ્રગ્સ (માદક દ્રવ્યો)ના વધતા જતા અને બદલાતા જતા પડકારોનો સામનો કરવા માટે વૈજ્ઞાનિક ક્ષમતાઓને વધુ મજબૂત કરવાનો છે. પ્રથમ દિવસે NFSUના કુલપતિ, 'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા અધ્યક્ષીય પ્રવચન કરાયું હતું.
ADVERTISEMENT

આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના 'નશામુક્ત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તૈયાર કરવામાં આવેલા રોડમેપને આગળ વધારવાના ભાગરૂપે કરાયું છે.
ADVERTISEMENT
આ વ્યાપક પહેલના ભાગરૂપે, NFSU સપ્ટેમ્બર-2026 થી માર્ચ-2027 સુધી છ વિશેષ ક્ષમતા-નિર્માણ કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરી રહ્યું છે. જેમાં, નાર્કોટિક અને સાયકોટ્રોપિક પદાર્થોના ફોરેન્સિક પરીક્ષણ અને વિશ્લેષણને લગતા સમકાલીન ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમો માટે દેશના વિવિધ ભાગોમાંથી રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના ફોરેન્સિક સાયન્સ સંસ્થાઓના ડાયરેક્ટર જનરલ અને અન્ય સક્ષમ અધિકારીઓ દ્વારા પ્રતિનિધિઓને નિયુક્ત કરાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભરૂચના દેણવા ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર વીજળી પડી, દાઝી જતા મો*ત
આ કાર્યક્રમને સફળ બનાવવામાં NFSUના 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ' (CoE-NDPS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)નો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. આ તાલીમ કાર્યક્રમમાં દેશભરમાંથી સેન્ટ્રલ રેવન્યુ કંટ્રોલ લેબોરેટરી (CRCL) અને સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (SFSLs)ના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. જેઓને વિશ્લેષણાત્મક ક્ષમતાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. જેથી તેઓ ડ્રગ હેરફેર અને સંબંધિત ગુનાઓની ઓળખ, તપાસ અને કાનૂની કાર્યવાહીમાં વધુ અસરકારક રીતે સહાયક બની શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT