ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ચાંદખેડામાં દારૂના નશામાં પોલીસકર્મીએ કાર હંકારી મોપેડ સવાર કાકા-ભત્રીજીને અડફેટે લીધા, સગીરા ઈજાગ્રસ્ત, કોન્સ્ટેબલની ધરપકડ

દુર્ઘટના / ચાંદખેડામાં દારૂના નશામાં પોલીસકર્મીએ કાર હંકારી મોપેડ સવાર કાકા-ભત્રીજીને અડફેટે લીધા, સગીરા ઈજાગ્રસ્ત, કોન્સ્ટેબલની ધરપકડ

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 12:20 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચાંદખેડામાં નશાની હાલતમાં કાર ચલાવતા નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે મોપેડને ટક્કર મારી હોવાનો આક્ષેપ, 15 વર્ષની સગીરા ઈજાગ્રસ્ત. પોલીસકર્મીની ધરપકડ.

ADVERTISEMENT

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના નશામાં કાર હંકારી રહેલા પોલીસકર્મીએ મોપેડ સવાર કાકા અને ભત્રીજીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 15 વર્ષીય સગીરાને ઈજા પહોંચી હતી.

કાર ચાલક દારૂના નશામાં કાર ચલાવી રહ્યા

મળતી માહિતી મુજબ, નરોડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ગૌરાંગકુમાર દવે કથિત રીતે દારૂના નશામાં કાર ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પૂરપાટ ઝડપે કાર હંકારીને આગળ જઈ રહેલા મોપેડને પાછળથી ટક્કર મારી હતી.

ટક્કર વાગતા ઈજાગ્રસ્ત થયા

અકસ્માતમાં કાશીન્દ્રા ગામના આશિષ પટેલ તેમની 15 વર્ષીય ભત્રીજી સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. કારની ટક્કર બાદ બંને રોડ પર પટકાયા હતા, જેમાં સગીરાને ઈજા પહોંચી હતી.

કારચાલક પોલીસકર્મીને ઝડપી પાડ્યો

અકસ્મત બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા અને કારચાલક પોલીસકર્મીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ NFSU ગાંધીનગર ખાતે ‘ઇમર્જિંગ સિન્થેટિક ડ્રગ એનાલિસિસ’ પર પાંચ દિવસીય ક્ષમતા-નિર્માણ કાર્યક્રમનો પ્રારંભ

આ પણ વાંચોઃ ભરૂચના દેણવા ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર વીજળી પડી, દાઝી જતા મો*ત

પોલીસે ગૌરાંગકુમાર દવે વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતના સંજોગો તેમજ કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad police constable accident drunk police constable Ahmedabad Chandkheda accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ