ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બંગાળની ખાડીની સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે, આજે અહીં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા!
6 ફોટો ગેલેરી
Last Updated: 07:53 AM, 23 September 2026
1/6
ગઇકાલે બપોર બાદ સૌરાષ્ટ્ર પંથકમાં મેઘાવી માહોલ જામ્યો હતો. આગામી બેથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જોકે હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી બે-ત્રણ દિવસ બાદ રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિધિવત વિદાય શરૂ થવાની શક્યતા છે. આજે પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. બીજી તરફ બંગાળની ખાડી પર સર્જાયેલું ડિપ્રેશન આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.
2/6
પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 08 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. આ સિસ્ટમ ગોપાલપુર (ઓડિશા)થી દક્ષિણ-અગ્નિ દિશામાં આશરે 180 કિમી, કલિંગપટનમ (આંધ્રપ્રદેશ)થી પૂર્વ-અગ્નિ દિશામાં 180 કિમી, પુરી (ઓડિશા)થી દક્ષિણમાં 210 કિમી અને વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી પૂર્વમાં 270 કિમી દૂર છે. આગામી 12 કલાક દરમિયાન તે પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને પશ્ચિમ-મધ્ય તથા તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ 23 સપ્ટેમ્બર 2026ની રાત સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના કિનારાને પાર કરે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
3/6
હવામાનની સ્થિતિ વચ્ચે સવારનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય-સ્તરના ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે યથાવત છે. તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ ઉત્તરે સ્થિત છે. બીજી તરફ નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા જેસલમેર, નાગૌર, સીકર, રોહતક, પટિયાલા અને ગુરદાસપુર થઈને પસાર થઈ રહી છે. આગામી બે દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ-દિલ્હીના બાકીના ભાગો, રાજસ્થાનના વધુ કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ છે. નીચલા સ્તરે પશ્ચિમીથી વાયવ્ય દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
4/6
આજે 23 સપ્ટેમ્બર 2026ના રોજ તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 24 સપ્ટેમ્બરે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદની શક્યતા નથી.
ADVERTISEMENT
5/6
25થી 28 સપ્ટેમ્બર દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે. જ્યારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા નથી. આમ આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ધીમે-ધીમે ઘટે તેવી શક્યતા છે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં ચોમાસાની વિદાય માટેની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
6/6
હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટમાં પણ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. સુરતમાં પવન સાથે વરસાદની શક્યતા છે અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. વડોદરામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ