ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવલ્લીમાં સ્કોર્પિયોનો પીછો કરતાં પોલીસની ગાડીને બિશ્નોઈ ગેંગે ટક્કર મારી, PIએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

ક્રાઈમ / અરવલ્લીમાં સ્કોર્પિયોનો પીછો કરતાં પોલીસની ગાડીને બિશ્નોઈ ગેંગે ટક્કર મારી, PIએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

Published By: Hiralal Parmar
Reported By: Rakesh Ode

Last Updated: 04:46 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીના ધનસુરા તાલુકાના શિનોલ ગામ પાસે SOG પોલીસે પોશ ડોડા ભરેલી એક સ્કોર્પિયો કારને ઝડપી પાડી છે.

ADVERTISEMENT

અરવલ્લીના ધનસુરા તાલુકાના શિનોલ ગામ પાસે SOG પોલીસે પોશ ડોડા ભરેલી એક સ્કોર્પિયો કારને ઝડપી પાડી છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને આરોપી સામસામે આવી ગયા હતા. આરોપીઓએ પોલીસ પર રિવોલ્વર જેવી બંદૂક તાકતા સ્વબચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગાડી અથડાવાની અને ધમાસાણની ઘટનામાં બે પોલીસ જવાનો ઘાયલ થયા હતા.

આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હતા

અંધારાનો લાભ લઈને આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા SOGના પીઆઈ પી.બી ચૌધરીના જણાવાયા અનુસાર જે આરોપીઓ હતા, તે બિશ્નોઈ ગેંગના હોવાની પ્રાથમિક માહિતી આવેલી છે, હાલ બંને આરોપીઓ ફરાર છે.

PI પી.બી. ચૌધરીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

બાતમીના આધારે કાળા રંગની શંકાસ્પદ સ્કોર્પિયો કારનો પીછો કરી રહી હતી. ગાડીને રોકવાનો સઘન પ્રયાસ કરવામાં આવતા તે પોલીસ વાહન સાથે અથડાઈ હતી. આ દરમિયાન મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાના ઈરાદે રિવોલ્વર જેવી બંદૂક બતાવી હતી, જેના જવાબમાં PI પી.બી. ચૌધરીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અથડામણ અને વાહન ભટકાવાના કારણે પોલીસ વાહનના ડ્રાઈવર પ્રકાશસિંહ અને પીઆઈ પી.બી. ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વધુ વાંચો : માલિકે ન આપ્યો 10 હજારનો પગાર, કર્મચારી 24 કરોડનો સામાન સળગાવીને ફરાર, પોલીસે કરી ધરપકડ

આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.ગુનેગારો અન્ય રાજ્યમાં ભાગી ન છૂટે તે માટે ગુજરાત- રાજસ્થાન બોર્ડરના ચેકપોસ્ટો પર સઘન તપાસ અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિશ્નોઈ ગેંગના ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ