ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજી હાઈવે ઉપર પદયાત્રીઓને હડફેટે લેનાર કાર ચાલક કોણ છે? VTVએ કરી નાખ્યો મોટો ઘટસ્ફોટ
Last Updated: 04:25 PM, 22 September 2026
ADVERTISEMENT
હિંમતનગર-ઈડર હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અડફેટે લેનાર આરોપી કાર ચાલકનું નામ ભરત પટેલ છે જે ઇડરના હિંમતપુર ગામનો રહેવાશી છે. VTVની ટીમ પહોંચી આરોપી ભરત પટેલના નિવાસસ્થાન ઇડરના હિંમતપુર ગામે પહોંચી હતી. આરોપી ભરત પટેલની આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પરિવારમાં એકલતા અને પરિવારમાં અણ બનાવને લઈને પારિવારિક હોવાથી પત્ની પિયર હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
નશાને કારણે પુત્ર વિદેશથી પાછો આવ્યો
એકના એક દીકરો વિદેશમાં રોમાનિયા ખાતે રહેતો હતો જ્યાં તેમને ખોટી આદતને કારણે પરત આવ્યો હતો પુત્ર નશાની આદતમાં હોવાથી વ્યારા ખાતે આવેલા નશામુક્ત કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો છે. ભરત પટેલ આલીશાન મહેલમાં રહે છે આર્થિક રીતે સધ્ધર અને ખેતી કરી રહ્યો છે તેમજ પરિવાર અને સમાજમાં કોઈ વ્યવહાર ના હોવાનું જાણવા મળ્યું છે. ખોટી લતો અને વ્યસનને લીધે પરિવાર અને સમાજ સાથે કોઈ સંબંધ ન હતો અને છેલ્લા કેટલાય વર્ષોથી ભરત પટેલ નશો કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ગઈ કાલે શું બન્યું હતું?
હિંમતનગર-ઇડર હાઈવે પર કાર ચાલકે અંબાજી જતા પદયાત્રીઓને લીધા અડફેટે લીધા હતા અને 10થી વધુ પદયાત્રીને ટક્કર મારી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કારને આગ લગાડીને સળગાવી મૂકી હતી. કાર ચાલકે જાહેરનામાનો પણ ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ટોળાએ કાર સળગાવી મૂકી
ADVERTISEMENT
પદયાત્રીઓને ટક્કર માર્યા બાદ કાર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જોઈને રોષે ભરાયેલા સ્થાનિકો અને ટોળાએ કારને રોકી લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો