ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં ફિલ્મ દંગલ જેવી કહાની : અખાડા પહેલવાન પિતાએ મોટી દીકરીને પહેલવાન બનાવી, કુશ્તીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
Last Updated: 04:11 PM, 22 September 2026
ADVERTISEMENT
આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' જેવો એક બનાવ હકીકતમાં બનવા પામ્યો છે. જેમ દંગલ ફિલ્મમાં દેખાડાયું છે કેવી રીતે એક પિતાએ પૈસાની તંગી વચ્ચે પણ તનતોડ મહેનત કરીને પોતાની દીકરીઓ પહેલવાન બનાવી. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે.
ADVERTISEMENT
હિમાની હિરાનીએ તૂર્કિયેમાં યોજાયેલી કુસ્તીમાં ગોલ્ડ જીત્યો
વડોદરાના એક ઓટો ડ્રાઈવરની દીકરી હિમાની હિરાનીએ તુર્કીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ રેસલિંગ સ્પર્ધામાં અંડર-71 kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ફાઈનલમાં રશિયન ખેલાડીને હરાવી હતી.
ADVERTISEMENT
“દંગલ” જોયા બાદ કુસ્તીને કારકિર્દી તરીકે પસંદ કરી
હિમાની એક સાધારણ પરિવારમાંથી આવે છે. તેના પિતા પ્રકાશ હીરાની ઓટો રિક્ષા ચલાવે છે. તેની માતા મીનાબેન હાઉસવાઈફ છે. હિમાની અને તેની બહેન મેઘા બંનેએ તેમના માતાપિતાએ “દંગલ” ફિલ્મ જોઈ પછી કુસ્તીને કારકિર્દી તરીકે પસંદ કરી. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક પિતા પોતાની પુત્રીઓને ચેમ્પિયન કુસ્તીબાજ બનવા માટે તાલીમ આપે છે. વાર્તાથી પ્રેરિત થઈને, પ્રકાશભાઈ અને મીનાબહેને તેમની પુત્રીઓના સ્વપ્નને ટેકો આપ્યો, અને બંને બહેનોએ વડોદરાના સલાટવાડામાં નારાયણ ગુરુ અખાડામાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું અને આખરે તેને સફળતા મળી હતી.
ADVERTISEMENT
પિતાની મહેનત રંગ લાવી
પિતા પ્રકાશ હીરાની પણ એક જમાનાના અખાડાના પહેલવાન હતા. આર્થિક તંગી વચ્ચે પણ પ્રકાશ હીરાની હિંમત ન હાર્યા અને દીકરીઓ પાસે કંઈ મોટું કરી દેખાડવાની નેમ લીધી અને આ પછી તેમણે બંને દીકરીને અખાડામાં મોકલી કુસ્તીબાજ બનાવી હતી.
ADVERTISEMENT
પૈસાને કારણે નાની દીકરીને કુસ્તીમાં ન મોકલી શક્યા
પ્રકાશ હીરાનીને તો બન્ને દીકરીઓને પહેલવાન બનાવવી હતી પરંતુ પૈસાની તંગીને કારણે તેઓ નાની દીકરી મેઘાને કુસ્તીમાં ન મોકલી શક્યા હતા. બંનેના ખર્ચ પહોંચી શકાય તેવી સ્થિતિ ના હોવાથી નાની દીકરીનું સ્વપ્ન રોળાયું હતું પરંતુ મોટી દીકરી હિમાનીને ખાનગી કંપની સ્પોન્સર કરતા પિતાનું સ્વપ્ન સાકાર થયું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : માલિકે ન આપ્યો 10 હજારનો પગાર, કર્મચારી 24 કરોડનો સામાન સળગાવીને ફરાર, પોલીસે કરી ધરપકડ
ગોલ્ડ મેડલ પહેરેલી દીકરીને જોઈ માતા-પિતા ભાવુક
ADVERTISEMENT
વડોદરા પરત ફર્યા બાદ રેલવે સ્ટેશન પર હિમાની હિરાનીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ. રેલવે સ્ટેશન પર પરિવાર , કોચ અને રેસલર ખેલાડીઓએ ઢોલ નગાડાની સાથે તેનું સ્વાગત કર્યું હતું. ગળામાં ગોલ્ડ મેડલ પહેરી હિમાનીને જોઈ માતા-પિતા ભાવુક થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો