ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:30 PM, 21 September 2026
ADVERTISEMENT
કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાંથી એક મોટી ખબર સામે આવી છે. જેમાં IPL 2027 ની મિની ઓક્શન પહેલાં ટીમ મેનેજમેન્ટ શ્રીલંકન પેસર મથીશા પથિરાનાને છોડી દેવાના મૂડમાં છે. છેલ્લી ઓક્શનમાં 18 કરોડમાં ખરીદાયેલા આ પ્લેયરની એક મોટી કમજોરી હવે તેમના કરાર પર ભારે પડી રહી છે.
ADVERTISEMENT
🚨 Update on Matheesha Pathirana
— Nibraz Ramzan (@nibraz88cricket) September 21, 2026
Kolkata Knight Riders are set to release Sri Lankan pacer Matheesha Pathirana ahead of the IPL 2027 mini-auction.
Signed for ₹18 crore last season, the slinger managed just one appearance before injury cut his campaign short.
A costly chapter… pic.twitter.com/aK9GQJQENj
પથિરાનાની ફિટનેસ હાલમાં ખૂબ જ કમજોર રહી છે. ગયા સીઝનમાં ખરાબ ફિટનેસને કારણે તે માત્ર એક જ મેચ રમી શક્યો હતો અને તેમાં એક પણ વિકેટ ન લઈ શક્યો. ફેબ્રુઆરી બાદ તેઓ શ્રીલંકા માટે પણ નથી રમ્યો. આવી સ્થિતિમાં KKR જેવી ટીમ ખરાબ ફિટનેસવાળા ફાસ્ટ બોલર પર દાવ ન લગાવવા માંગે છે તે સ્વાભાવિક છે.
ADVERTISEMENT
જોકે પથિરાનાનો કુલ રેકોર્ડ સારો છે. T20 ઇન્ટરનેશનલની 27 ઇનિંગમાં તેને 40 વિકેટ લીધી છે. જ્યારે આઈપીએલમાં 33 મેચમાં 47 વિકેટ તેમના નામે છે. લસિથ મલિંગા જેવી એક્શનથી બેટ્સમેનોને પરેશાન કરનારા આ પ્લેયર માટે આ સમાચાર નિરાશાજનક છે.
ADVERTISEMENT
હવે જો કોલકાતા નાઈટ રાઈડર્સ તેને રીલીઝ કરી દે તો આઈપીએલ 2027 ની મિની ઓક્શનમાં બીજી ટીમો તેને ખરીદવાનો વિચાર કરી શકે છે પણ ફિટનેસ જ મુખ્ય પડકાર બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ