ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગણપતિ વિસર્જનમાં નાચતાં અંગૂઠો કચડાઈ જતાં યુવકનું ગળું દબાવી હત્યા, તાપીમાં બનેલા બનાવથી મચ્યો હડકંપ
Last Updated: 09:36 PM, 21 September 2026
ADVERTISEMENT
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ગણપતિ વિસર્જન દરમિયાન નાચવા બાબતે થયેલા ઝઘડામાં 21 વર્ષીય યુવકનું મોત થયું છે. મોદલા ગામ નજીક વિસર્જન યાત્રામાં નાચતી વખતે પગનો અંગૂઠો કચડાઈ જતાં થયેલા વિવાદમાં યુવકનું ગળું દબાવી હત્યા કર્યાનો આરોપ લગાવાયો છે. સમગ્ર મામલે કુકરમુંડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ગણપતિ વિસર્જનમાં શું બન્યું?
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામે 19 સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન દરમિયાન ગંભીર ઘટના બની હતી. નાચવા નાચવામાં પગનો અંગૂઠા માં ઇજા થતા થયેલ બોલાચાલીમાં 21 વર્ષીય શંકરભાઈ પરશુરામભાઈ વળવીનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી નખાઈ હતી. ગણપતિ વિસર્જનમાં બેન્ડમાં નાચતી વખતે આરોપી વિશાલ રવિન્દ્રભાઈ પાડવીના કારણે મૃતક શંકરના પગનો અંગૂઠો કચડાઈ જતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી વિશાલએ શંકરભાઈના ગળાના ભાગે પકડી ગળું દબાવી દેતાં શંકરનું મોત થયું હોવાનો પોલીસ ફરિયાદમાં પિતા પરશુરામ વડાવીએ ઉલ્લેખ છે.
ADVERTISEMENT
છોડાવવા વચ્ચે પડેલા શખ્સને પણ ઈજા
ADVERTISEMENT
આ દરમ્યાન શંકરને છોડાવવા વચ્ચે પડેલા સાક્ષી મેહુલભાઈ વળવીને પણ ગળાના ડાબા ભાગે નખ મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં કુકરમુંડા પોલીસ એ એક દિવસમાં આરોપી વિશાલ પાડવી ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક મૌવલીપાડા ગામની સીમ વિસ્તારમાં મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.