ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન સચિન તેંડુલકરની દીકરી-વહુ, નણંદ-ભાભીએ જોડ્યા હાથ, સુંદર મંદિરની ઝલક થઈ વાયરલ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન સચિન તેંડુલકરની દીકરી-વહુ, નણંદ-ભાભીએ જોડ્યા હાથ, સુંદર મંદિરની ઝલક થઈ વાયરલ

Last Updated: 11:50 AM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણેશોત્સવના રંગમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરનો પરિવાર પણ રંગાયો છે. સચિનની દીકરી સારા અને વહુ સાનિયાની બાપ્પા સાથેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

1/6

photoStories-logo

1. બાપ્પાની ભક્તિમાં લીન સચિનની દીકરી-વહુ!

દેશભરમાં ગણેશોત્સવની ધૂમ વચ્ચે સચિન તેંડુલકરના પરિવારે પણ ઘરે ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું છે. સચિનની વહુ સાનિયાએ સોશિયલ મીડિયા પર કેટલીક સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે નણંદ સારા તેંડુલકર સાથે પરંપરાગત અંદાજમાં બાપ્પાના દર્શન કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેંડુલકર પરિવારના સુંદર ઘર અને ફૂલોથી સજાવેલા મંદિરની ઝલક પણ જોવા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પિંક સાડીમાં સાનિયાનો ટ્રેડિશનલ લુક

સચિન તેંડુલકરની વહુ સાનિયા પિંક સાડીમાં સુંદર લાગી રહી છે. તેણે પરંપરાગત અંદાજમાં બાપ્પાના દર્શન કર્યા અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. સાનિયાનો સાદગીભર્યો લુક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ગણેશોત્સવના આ ખાસ અવસરે તેણે પરિવાર સાથેની ખુશીની પળો પણ કેમેરામાં કેદ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ગ્રીન સાડીમાં સારા તેંડુલકર, નણંદ-ભાભીની સુંદર બોન્ડિંગ

સચિનની દીકરી સારા તેંડુલકર પણ ગ્રીન સાડીમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. સારા અને સાનિયા બંનેએ બાપ્પાના મંદિર સામે ઊભા રહીને તસવીરો પડાવી છે. નણંદ-ભાભીની આ જોડીએ હસતાં હસતાં કેમેરા સામે પોઝ આપ્યા છે. બંનેની આ તસવીરોમાં તેમની સુંદર બોન્ડિંગ જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અંબાણી પરિવારના ગણેશોત્સવમાં પણ સાથે પહોંચી હતી

સારા અને સાનિયા આ જ ટ્રેડિશનલ લુકમાં અંબાણી પરિવારના ગણેશોત્સવમાં પણ હાજરી આપવા પહોંચી હતી. તે સમયે પણ બંનેની નણંદ-ભાભીની બોન્ડિંગ જોવા મળી હતી. હવે સચિનના ઘરે ગણેશોત્સવની તસવીરો સામે આવ્યા બાદ ફરી એકવાર બંને ચર્ચામાં છે. બંનેનો પરંપરાગત અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ફૂલોથી સજાવેલું સુંદર મંદિર, બાપ્પાને ધરાવ્યા મોદક

સાનિયાએ શેર કરેલા વીડિયોમાં ગણપતિ બાપ્પાને મોદક ધરાવવાની સુંદર ઝલક જોવા મળી છે. તેંડુલકર પરિવારના ઘરમાં બાપ્પા માટે ખાસ મંદિર સજાવવામાં આવ્યું છે. મંદિરને ફૂલો અને છોડથી શણગારવામાં આવ્યું છે. મંદિરની આસપાસ ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવામાં આવ્યા છે અને જાસ્મિનનાં ફૂલોથી પણ સજાવટ કરવામાં આવી છે. આ તસવીરોમાં સચિનના ઘરની સુંદરતા પણ જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગાર્ડનમાં પેટ ડોગ્સ સાથે જોવા મળ્યાં સાનિયા અને અર્જુન

ગણેશોત્સવની તસવીરો વચ્ચે સાનિયાએ એક તસવીર એવી પણ શેર કરી છે, જેમાં તે અર્જુન તેંડુલકર સાથે ગાર્ડન એરિયામાં જોવા મળી રહી છે. બંને પોતાના પેટ ડોગ્સ સાથે સમય પસાર કરતાં અને તેમને લાડ લડાવતાં જોવા મળે છે. સાનિયાની આ પોસ્ટ પર ફેન્સ પણ પ્રેમ વરસાવી રહ્યા છે. કેટલાક લોકોએ તસવીરોને સુંદર ગણાવી છે, તો કેટલાકે કોમેન્ટમાં ગણપતિ બાપ્પાના જયકારા લગાવ્યા છે અને હાર્ટ ઇમોજી શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sara Tendulkar Photos Saaniya Chandhok Sachin Tendulkar Ganesh Chaturthi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ