ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, આજે પણ લાંબી કતારો

ગુજરાત / ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, આજે પણ લાંબી કતારો

Published By: Nidhi Panchal
Reported By: Akshay Bhatt

Last Updated: 11:40 AM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. મંદિર પરિસરથી લઈને અંબાજીના માર્ગો સુધી ચારેકોર ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

ADVERTISEMENT

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. અંબાજીના માર્ગો પર ચારેકોર ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી આવેલા ભક્તો મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે, જેના કારણે સમગ્ર અંબાજી ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યું છે.

ambaji

ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે જ ચાર લાખથી વધુ માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચતા મંદિર અને આસપાસના વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. હવે મહામેળાના બીજા દિવસે ગઈકાલ કરતાં પણ વધુ ભક્તો ઉમટવાની શક્યતા છે. જેના કારણે અંબાજીના માર્ગો અને મંદિર તરફ જતા રસ્તાઓ પર ભક્તોની સતત અવરજવર જોવા મળી રહી છે.

દર્શન માટે ભક્તો લાંબી કતારોમાં ઊભા રહ્યા

વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તો લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. શ્રદ્ધાળુઓમાં માતાજીના દર્શનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવાર સાથે આવેલા ભક્તો પણ લાંબી કતારમાં ઊભા રહીને મા અંબાના દર્શનની રાહ જોઈ રહ્યા છે. ભક્તોની મોટી સંખ્યાને કારણે અંબાજી મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે.

‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ સંભળાઈ રહ્યા

મંદિર પરિસરમાં ભક્તોની ભીડ વચ્ચે સતત ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ સંભળાઈ રહ્યા છે. આ જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું છે. ભક્તોના ચહેરા પર માતાજીના દર્શનની ખુશી જોવા મળી રહી છે. અંબાજીના રસ્તાઓ પર પણ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં માઈભક્તો જ નજરે પડી રહ્યા છે.

આ પણ વાંચો : નવસારીમાં 1200 સ્ક્વેર ફૂટ કાચની અનોખી ભૂલભૂલૈયા, કમળ પર બિરાજમાન શ્રીજીના દિવ્ય દર્શન, રોજ ઉમટે છે 2 હજારથી વધુ ભક્તો

મહામેળાના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચતા હોવાથી આજે ભક્તોની સંખ્યા વધુ રહેવાની શક્યતા છે. પ્રથમ દિવસે ચાર લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા બાદ હવે બીજા દિવસે પણ ભક્તોનો પ્રવાહ સતત વધતો જોવા મળી રહ્યો છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે અને સમગ્ર અંબાજી માતાજીની ભક્તિમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Mela Mataji Darshan Bhadarvi Poonam

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ