ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય, ખાનપુર કમલમ અને સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી! તપાસ શરૂ
Last Updated: 12:59 PM, 21 September 2026
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા તંત્ર દોડતું થયું છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં સોમનાથ મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપનું સેન્ટ્રલ કાર્યાલય, પોલીસકર્મીઓ અને RAWને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હોવાનો દાવો છે. ઈમેલ મળ્યા બાદ અમદાવાદ સહિત સંબંધિત સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભાજપ કાર્યાલયમાં તાત્કાલિક ચેકિંગ
ધમકીભર્યો ઈમેલ મળ્યાની જાણ અમદાવાદ શહેર પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે સમગ્ર પરિસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સાથે બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર મોકલવામાં આવી હતી. કાર્યાલયમાં આવન-જાવન અને આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ઈમેલમાં અનેક સ્થળોને નિશાન બનાવવાનો દાવો
મળેલા ઈમેલમાં વિવિધ સ્થળોએ અગાઉથી બોમ્બ ફિટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈમેલમાં ઉશ્કેરણીજનક અને રાજકીય સૂત્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, ઈમેલમાં કરવામાં આવેલા દાવાઓની સત્યતા અંગે તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈમેલના સ્ત્રોત સહિત અન્ય વિગતો શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ
શાહપુર પોલીસ સ્ટેશનના PI પી.બી. ખાંભલાના જણાવ્યા મુજબ, બોમ્બની ધમકી અંગેનો ઈમેલ મળ્યા બાદ તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ પોલીસ દ્વારા જણાવાયું છે. તેમ છતાં ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને જરૂરી તકેદારી ચાલુ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસ દ્વારા ઈમેલની તપાસ શરૂ
ADVERTISEMENT
હાલ પોલીસ દ્વારા ધમકીભર્યા ઈમેલ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઈમેલ ક્યાંથી મોકલાયો, મોકલનાર કોણ છે અને તેમાં કરવામાં આવેલા દાવાઓ પાછળ કોઈ વાસ્તવિક આધાર છે કે નહીં તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઈ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સંબંધિત સ્થળોએ સાવચેતી વધારવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.