ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચના 10 મહિના પૂર્ણ, પરંતુ Fitment Factor, DA, HRA અને નવી સેલરી પર નિર્ણય નહીં, જાણો લેટેસ્ટ અપડેટ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:14 PM, 20 September 2026
1/5
8મા પે કમિશનની રચના ગયા વર્ષે નવેમ્બરમાં થઈ હતી. આ કમિશનને કુલ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો જેમાંથી 10 મહિના પસાર થઈ ગયા છે. હવે તેની પાસે ફક્ત આઠ મહિના બાકી છે. આ સમયગાળામાં કમિશને દેશના વિવિધ શહેરોમાં બેઠકો યોજી છે. પરંતુ ફિટમેન્ટ ફેક્ટર, DA અને HRA જેવા મહત્વના મુદ્દાઓ પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
2/5
ADVERTISEMENT
3/5
દરેક બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના સંગઠનોએ ઊંચા ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. અમુક સંગઠનોએ તો ચારની આસપાસનો ફિટમેન્ટ ફેક્ટર માંગ્યો છે. ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે તેટલો બેઝિક પે વધશે. ઉદાહરણ તરીકે જો 2નો ફેક્ટર નક્કી થાય તો લેવલ વન કર્મચારીઓનો મીનીમમ બેઝિક પે 18 હજારથી વધીને 36 હજાર થઈ શકે છે.
4/5
DA અંગે પણ અલગ માંગો ઊઠી છે. જેમાં અમુક સંગઠનોએ સૂચવ્યું છે કે જ્યારે DA 25 ટકા સુધી પહોંચે ત્યારે તેને બેઝિક પેમાં મર્જ કરી દેવું જોઈએ. હાલમાં આવો કોઈ નિયમ નથી. આ સાથે જ DAના નિર્ણય માટે 6 મહિનાના ડેટાને આધાર બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. જ્યારે હાલમાં બાર મહિનાના સરેરાશને જોવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ