ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / આ તારીખે શુક્ર થશે વક્રી, 42 દિવસ મેષ, મિથુન અને કર્ક રાશિના જાતકોને ધન-કરિયરમાં લાભના યોગ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:53 PM, 20 September 2026
1/5
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ, ધન, વૈભવ, પ્રેમ અને આકર્ષણનો કારક માનવામાં આવે છે. આગામી 3 ઓક્ટોબર 2026ના રોજ શુક્ર તુલા રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે, એટલે કે તેમની ઉલ્ટી ચાલ શરૂ થશે. શુક્ર દેવ આગામી 42 દિવસ સુધી એટલે કે 14 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં જ ગોચર કરશે.
2/5
ADVERTISEMENT
3/5
મેષ રાશિના જાતકો માટે શુક્રનું વક્રી થવું અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. શુક્ર તમારી રાશિના સાતમા ભવમાં વક્રી થશે, જે ભાગીદારી અને સંબંધોનું સ્થાન છે. દામ્પત્ય જીવન અને અંગત સંબંધોમાં મધુરતા આવશે. વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો આર્થિક નફો મળી શકે છે. નવા બિઝનેસ આઈડિયા બજારમાં તમારી અલગ ઓળખ બનાવશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂની તકલીફોમાંથી રાહત મળશે.
4/5
મિથુન રાશિ માટે શુક્રનું વક્રી ગોચર ફાયદાકારક રહેશે. આ સમયગાળા દરમિયાન મંગળ બીજા ભાવમાં રહેશે અને શુક્ર-રાહુ વચ્ચે સીધો ત્રિકોણ સંબંધ બનશે. તમારા સાહસ, પરાક્રમ અને સર્જનાત્મકતામાં વધારો થશે. ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા લોકોને અણધાર્યો ધનલાભ થઈ શકે છે. જૂના કરજ કે ઉધારમાંથી મુક્તિ મળશે અને નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે.
ADVERTISEMENT
5/5
કર્ક રાશિના જાતકો માટે શુક્રનું વક્રી થવું અનેક રીતે ખાસ રહેશે. શુક્ર તમારા ચોથા ભાવમાં વક્રી થઈને 'માલવ્ય રાજયોગ' બનાવશે, જ્યારે લગ્ન ભાવમાં ઉચ્ચના ગુરુ બિરાજમાન છે. લાંબા સમયથી ચાલી રહેલા તણાવમાંથી મુક્તિ મળશે અને માનસિક શાંતિ અનુભવાશે. સમાજમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ વધશે. પરિવાર સાથે આનંદદાયક સમય વિતશે. જૂના કાનૂની વિવાદો કે કોર્ટ-કચેરીના કેસમાં તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ