ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / 'નવરાત્રિમાં ગરબા પાર્ટનર', ઓફર આવે તો છેતરાતા નહીં, સાયબર ફ્રોડ થવાનો ખતરો

એલર્ટ / 'નવરાત્રિમાં ગરબા પાર્ટનર', ઓફર આવે તો છેતરાતા નહીં, સાયબર ફ્રોડ થવાનો ખતરો

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 07:17 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર ગરબા પાર્ટનરની જાહેરાત પર વિવાદ શરુ થયો છે. પોલીસે વાયરલ પોસ્ટની તપાસ શરુ કરી દીધી છે.

ADVERTISEMENT

જો તમે એકલા હોવ અને સોશિયલ મીડિયા પર ગરબા પાર્ટનરની જાહેરાત જોઈ પાર્ટનર શોધશો તો છેતરાઈ જશો નવરાત્રિ પહેલા સોશિયલ મીડિયા પર ગરબા પાર્ટનર ની ટ્રેન્ડ ખતરો સાબિત થઈ શકે છે જેને લઈ સાયબર ક્રાઈમ સજાગ બન્યું છે

શું છે વાયરલ મેસેજ?

નવરાત્રિમાં ગરબા પાર્ટનરનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર શરૂ થયો છે. જો તમે આવી ઓફરથી પ્રેરાઇ પાર્ટનર શોધશો તો તમારી સાથે સાયબર ફ્રોડ થવાનો ખતરો છે. નવરાત્રિ માં ગરબા પાર્ટનર ભાડે આપવાની સોશિયલમીડિયા પર પોસ્ટ વાયરલ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે વાયરલ પોસ્ટની તપાસ શરૂ કરી છે ..પોસ્ટ કરનારા અમદાવાદ , મુંબઈ અને સુરત યૂઝર હોવાનું સામે આવ્યું છે .ગરબા પાર્ટનર ની પોસ્ટ કરનાર લોકો પોતાના ફોટો સાથે શેર કરી રહ્યા છે હોવાનું પ્રાથમિક તપાસ સામે આવ્યું છે . હજી સુધી છેતરપિંડી કોઈ ફરિયાદ મળી નથી સાયબર ક્રાઈમ ની ટીમ આવી વાંધાજનક પોસ્ટનું મોનેટરીંગ કરતી હોય છે..આવી પોસ્ટ ન મૂકવી જોઈએ સાયબર ગઠિયાઓ પોસ્ટ આધારે ઠગાઈ આચરતા હોય છે.

APK ફાઇલ થી લોકોએ બચવું જોઈએ

નવરાત્રિમાં આવી પોસ્ટ કે ગરબા પાસની APK ફાઇલ થી લોકોએ બચવું જોઈએ ..નવા નંબર થી આવી પોસ્ટ આવે તો તેના થી બચવું..જો આ પ્રકાર ની ઘટના કોઈ સાથે બને છે તો તાત્કાલિક સાયબર ક્રાઈમ નો સંપર્ક કરવો.. સાયબર ક્રાઈમ ને અત્યાર નથી મળી , કોઈ ફરિયાદ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

યોગી દેવનાથ બાપુએ વિવાદ પર શું કહ્યું?

નવરાત્રીમાં ‘પાર્ટનર ભાડે’ના વાયરલ મેસેજ અંગે યોગી દેવનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ સમાજ, સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ વિરુદ્ધનું કાવતરું છે . કેટલાક અસામાજિક તત્વો સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સનાતન ધર્મ અને પરંપરા વિરુદ્ધ કામ કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે અસામાજિક તત્વો સામે પ્રશાસન કડક પગલાં ભરે તેવી પણ માંગ કરી હતી.

વધુ વાંચો : અમરેલીમાં માતાજીના મંદિર પર વીજળી ત્રાટકી, જૂનાગઢ-ગોંડલમાં સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

શું હતો વિવાદ?

સુરતમાં નવરાત્રી પર્વ પહેલાં 'ભાડે ગરબા પાર્ટનર'ના આપવાના મેસેજ વાયરલ થયા હતા. સ્થાનિક સામાજિક આગેવાનો અને ધાર્મિક સંગઠનોના જણાવ્યા અનુસાર, આ મેસેજીસ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને શ્રદ્ધા પર સીધો પ્રહાર છે. આજની યુવા પેઢી જ્યારે ધર્મ, સંસ્કૃતિ અને વિજ્ઞાન તરફ સકારાત્મક રીતે આગળ વધી રહી છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત મનોવૃત્તિ ધરાવતા લોકો યુવાધનને ગેરમાર્ગે દોરવા માટે આવા અનૈતિક પ્રચારો કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri 2026 news Navratri 2026

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ