ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગિરનાર જંગલમાં ભારે વરસાદથી 40 લોકો ફસાયા, પાણીનો પ્રવાહ અચાનક વધતાં રસ્તો બંધ થયો

આફત / ગિરનાર જંગલમાં ભારે વરસાદથી 40 લોકો ફસાયા, પાણીનો પ્રવાહ અચાનક વધતાં રસ્તો બંધ થયો

Published By: Hiralal Parmar
Reported By: Jay Virani

Last Updated: 07:36 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢમાં ગિરનાર જંગલમાં ભારે વરસાદથી 40થી વધુ લોકો ફસાયા હતા. આત્મેશ્વર મહાદેવ મંદિરે વરસાદી પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને વન વિભાગ અને ફાયર બ્રિગેડે સહી-સલામત બહાર કાઢ્યા હતા.

ADVERTISEMENT

જુનાગઢના ગિરનાર જંગલમાં ભારે વરસાદથી 40 લોકો ફસાયા હતા. આત્મેશ્વર મહાદેવ મંદિર નજીક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં લોકો ફસાયા હતા. ફસાયેલા લોકોને વન વિભાગ અને ફાયર બ્રિગેડે સહી-સલામત બહાર કાઢ્યા હતા.

ગિરનાર પર અચાનક ધોધમાર વરસાદ

બપોરના સમયે ગિરનાર પર અચાનક ધોધમાર વરસાદ થતાં પહાડી માર્ગો પર પાણીનો અતિ રૌદ્ર પ્રવાહ શરૂ થઈ ગયો હતો. મંદિરેથી પરત ફરી રહેલા યાત્રિકો સામા કાંઠે જ અટવાઈ પડ્યા હતા. છેલ્લા કેટલાક કલાકોમાં જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વતમાળા પર 2.76 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે પવિત્ર દામોદર કુંડમાં નવા નીરની ભારે આવક થઈ છે અને કાળવા નદી બે કાંઠે વહેતી થઈ છે. ગિરનારના પહાડો પરથી અનેક કુદરતી ઝરણાંઓ પણ જીવંત બન્યા હતા.

વધુ વાંચો : ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં ભારે વરસાદ

આજે દિવસ દરમિયાન જુનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. કાળવા ચોક, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભવનાથ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. ફરી વરસાદ થતાં જૂનાગઢ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain heavy rain news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ