ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsAppની આ 5 સેટિંગ્સને નજરઅંદાજ કરશો તો ચેટ અને ડેટા જોખમમાં મુકાઈ શકે
6 ફોટો ગેલેરી
Last Updated: 07:30 PM, 20 September 2026
1/6
આજના ડિજિટલ યુગમાં મિત્રો, પરિવાર કે ઓફિસના કામકાજ માટે આપણે દરરોજ WhatsApp નો ઉપયોગ કરીએ છીએ. મેસેજિંગથી લઈને ફોટો-વિડિયો શેરિંગ અને સ્ટેટસ અપડેટ સુધી બધું જ આ એક જ પ્લેટફોર્મ પર થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી પ્રોફાઇલ ફોટો, પર્સનલ ચેટ કે સ્ટેટસ કોણ-કોણ જોઈ રહ્યું છે? Meta ના આ પોપ્યુલર મેસેજિંગ એપમાં તમારી પ્રાઇવસી પર પૂરો કન્ટ્રોલ રાખવા માટે કેટલાક અદભુત ફીચર્સ આપેલા છે, જેને એક્ટિવેટ કરવા અત્યંત જરૂરી છે. જો તમે ઈચ્છો છો કે તમારો અંગત ડેટા કે પ્રાઇવેટ વાતચીત અન્ય લોકો સુધી ન પહોંચે, તો આજે જ WhatsApp ની આ 5 સેટિંગ્સ ચકાસી લો..
2/6
જો તમારા વૉટ્સએપમાં એવી કેટલીક સિક્રેટ ચેટ્સ છે જેને તમે અન્ય લોકોથી છુપાવવા માંગો છો, તો 'Chat Lock' ફીચર શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ફીચર ઓન કરતાં જ લોક કરેલી ચેટ સામાન્ય લિસ્ટમાંથી હટીને અલગ 'Locked Chats' ફોલ્ડરમાં જતી રહે છે. Android અને iPhone પર જે ચેટ લોક કરવી હોય તેના પર ટેપ કરી રાખો અથવા તેને સ્વાઇપ કરીને 'Lock chat' ઓપ્શન પસંદ કરો. વૉટ્સએપ વેબ પર પણ રાઇટ ક્લિક કરીને આ ફીચર વાપરી શકાય છે. આ સિવાય તમે સિક્રેટ કોડ સેટ કરીને લોક્ડ ચેટનું આખું ફોલ્ડર પણ ગાયબ કરી શકો છો.
ADVERTISEMENT
3/6
વૉટ્સએપ પર મેસેજ મોકલતી વખતે તમારો પ્રોફાઇલ ફોટો સામેવાળી વ્યક્તિ જોઈ શકે છે. પરંતુ જો તમે દરેક વ્યક્તિને ફોટો નથી બતાવવા માંગતા, તો પ્રાઇવસી સેટિંગમાં જઈને તેને બદલી શકો છો. Android કે iPhone માં Settings > Privacy > Profile photo માં જાઓ. અહીં તમને Everyone, My Contacts, My Contacts except… અને None જેવા ઓપ્શન્સ મળશે, જેનાથી તમે માત્ર પસંદગીના લોકોને જ તમારો ફોટો બતાવી શકશો.
4/6
માત્ર ચેટ્સ જ નહીં, પરંતુ તમે આખી વૉટ્સએપ એપ્લિકેશનને લોક કરી શકો છો. 'App Lock' ફીચર ચાલુ કરવાથી જ્યારે પણ તમે વૉટ્સએપ ઓપન કરશો ત્યારે ફિંગરપ્રિન્ટ, Face ID કે પાસવર્ડની જરૂર પડશે. આનાથી જો તમારો ફોન બીજા કોઈના હાથમાં આવી જાય, તો પણ તે વૉટ્સએપ ખોલી શકશે નહીં.
ADVERTISEMENT
5/6
જ્યારે તમે કોઈ એવો પર્સનલ ફોટો, વિડિયો કે વોઇસ મેસેજ મોકલવા માંગો છો જેને સામેવાળી વ્યક્તિ માત્ર એક જ વાર જોઈ શકે, ત્યારે 'View Once' ફીચર વાપરો. આ ફીચરથી મોકલેલો મીડિયા એકવાર જોયા પછી ચેટમાંથી ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. સામેવાળી વ્યક્તિ તેને પોતાની ગેલેરીમાં સેવ કરી શકતી નથી કે તેનો સ્ક્રીનશોટ અથવા સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી શકતી નથી.
6/6
વૉટ્સએપ સ્ટેટસ સામાન્ય રીતે તમારા બધા કોન્ટેક્ટ્સ જોઈ શકતા હોય છે. પરંતુ દરેક સ્ટેટસ દરેક વ્યક્તિને બતાવવું જરૂરી નથી. સ્ટેટસ પોસ્ટ કરતી વખતે તમે તેની ઓડિયન્સ સેટ કરી શકો છો કે કયા લોકો તમારું સ્ટેટસ જોઈ શકશે. આ સિવાય સ્ટેટસમાં મેન્શન કરેલી વ્યક્તિ પણ તમારા સ્ટેટસને પોતાની ઓડિયન્સ સાથે શેર કરી શકે છે, તેથી સ્ટેટસ મુકતા પહેલા ઓડિયન્સ સેટિંગ્સ ચોક્કસ ચેક કરી લો.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ