ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં સાયકલ, બાઈક કે સ્કૂટર લઈ જઈ શકો છો? જાણો રેલવેમાં બુકિંગની સંપૂર્ણ પ્રક્રિયા અને કેટલો આવશે ખર્ચ

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / ટ્રેનમાં સાયકલ, બાઈક કે સ્કૂટર લઈ જઈ શકો છો? જાણો રેલવેમાં બુકિંગની સંપૂર્ણ પ્રક્રિયા અને કેટલો આવશે ખર્ચ

Last Updated: 08:12 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટ્રેન દ્વારા સાયકલ, બાઇક કે સ્કૂટર એક શહેરથી બીજા શહેરે લઈ જવું અત્યંત સરળ અને આર્થિક વિકલ્પ છે. ભારતીય રેલવે આ સુવિધા બે રીતે પૂરી પાડે છે.

1/7

photoStories-logo

1. ટ્રેનમાં સાયકલ, બાઈક કે સ્કૂટર લઈ જઈ શકો છો? જાણો રેલવેમાં બુકિંગની સંપૂર્ણ પ્રક્રિયા અને કેટલો આવશે ખર્ચ

લાંબી મુસાફરી દરમિયાન પોતાનું ટુ-વ્હીલર અથવા સાયકલ સાથે લઈ જવું હોય કે અન્ય શહેરમાં ટ્રાન્સફર કરવું હોય, ત્યારે ભારતીય રેલવે સૌથી સુરક્ષિત અને સસ્તો વિકલ્પ પૂરો પાડે છે. જોકે, ઘણા લોકોને ટ્રેનમાં વાહન બુક કરવાની સાચી પ્રક્રિયાની જાણકારી હોતી નથી. રેલવે દ્વારા વાહનોના ટ્રાન્સપોર્ટેશન માટે બે અલગ-અલગ વિકલ્પો આપવામાં આવે છે: 1. લગેજ બુકિંગ (મુસાફરી કરતી વખતે) અને 2. પાર્સલ બુકિંગ (મુસાફરી કર્યા વિના).

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. લગેજ તરીકે બુકિંગ (તમે પોતે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ ત્યારે)

જો તમે જે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છો તે જ ટ્રેનમાં તમારું વાહન લઈ જવા માગતા હોવ, તો તેને 'લગેજ' તરીકે બુક કરી શકાય છે. ટ્રેનના શિડ્યુલ સમયથી આશરે 3 થી 4 કલાક પહેલાં સ્ટેશનના પાર્સલ ઓફિસે પહોંચવું પડે છે. તમારે તમારો કન્ફર્મ ટ્રેન ટિકિટ બતાવવી પડે છે અને લગેજ ફોર્મ ભરવું પડે છે. વાહન તમારી સાથે જ તે જ ટ્રેનના બ્રેક વેન (સામાનના ડબ્બા)માં મુકાય છે, જેથી ગંતવ્ય સ્ટેશને પહોંચતા જ રસીદ બતાવીને વાહન તરત જ મેળવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પાર્સલ તરીકે બુકિંગ (મુસાફરી કર્યા વિના માત્ર વાહન મોકલવું હોય ત્યારે)

જો તમે પોતે ટ્રેનમાં મુસાફરી નથી કરી રહ્યા અને માત્ર સાયકલ, બાઇક કે સ્કૂટર બીજા શહેરમાં મોકલવા માગો છો, તો પાર્સલ સુવિધાનો ઉપયોગ કરવાનો રહે છે. વાહન મોકલવાની તારીખથી 1 થી 2 અઠવાડિયા પહેલાં પાર્સલ ઓફિસનો સંપર્ક કરવો હિતાવહ છે. રેલવે ઉપલબ્ધ પેસેન્જર કે માલગાડી દ્વારા વાહન રવાના કરે છે, જેના ડિલિવરીમાં 1 થી 7 દિવસનો સમય લાગી શકે છે. આમાં ટ્રેન ટિકિટની જરૂર રહેતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બુકિંગ માટે કયા દસ્તાવેજો (Documents) જરૂરી છે?

સ્ટેશને જતાં પહેલાં ઓરિજિનલ દસ્તાવેજો અને તેમની ફોટોકોપી સાથે રાખવી અનિવાર્ય છે. વાહનની આરસી (Registration Certificate - RC), વેલિડ ઇન્સ્યોરન્સ (Insurance Document), સરકારી ઓળખપત્ર (જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આઇડી પ્રૂફ વગેરે), જો લગેજ તરીકે બુક કરતા હોવ તો કન્ફર્મ ટ્રેન ટિકિટ. (નોંધ: ઇલેક્ટ્રિક સાયકલ કે સ્કૂટર જેમાં આરસી ન હોય, ત્યાં ખરીદીનું ઓરિજિનલ બિલ કે ઇનવોઇસ રજૂ કરવાનું રહે છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. પેકિંગ અને સલામતી સંબંધિત સૂચનાઓ

સ્કૂટર કે બાઇકની ફ્યુઅલ ટેન્ક સંપૂર્ણપણે ખાલી હોવી જોઈએ. જો વાહનમાં પેટ્રોલ મળી આવશે તો ભારે દંડ થઈ શકે છે. વાહનને સ્ક્રેચ કે નુકસાનથી બચાવવા માટે રેલવે સ્ટેશન પર પ્રાઇવેટ પેકર્સ ઉપલબ્ધ હોય છે, જે ગુણપાટ અને કાર્ડબોર્ડથી પેકિંગ કરવાના ₹300 થી ₹600 સુધીનો ચાર્જ લે છે. વાહન પર તમારું નામ, મોબાઇલ નંબર, શરૂઆતનું સ્ટેશન અને ગંતવ્ય સ્ટેશન સ્પષ્ટપણે લખેલું લેબલ લગાવવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ખર્ચ અને ડિલિવરી પ્રોસેસ

પેકિંગ થયા બાદ રેલવે સ્ટાફ વાહનનું વજન કરે છે અને અંતર તથા વાહનની કિંમત (ઇન્સ્યોરન્સ વેલ્યુ) મુજબ ચાર્જ નક્કી કરે છે. ચાર્જ ચૂકવ્યા પછી મળતી 'પાર્સલ વે બિલ' (Parcel Way Bill) રસીદ સંભાળીને રાખવી પડે છે, જે ડિલિવરી વખતે બતાવવી પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. અંદાજિત ખર્ચ:

સાયકલ: આશરે ₹300 થી ₹800, બાઇક/સ્કૂટર: આશરે ₹500 થી ₹3000 (અંતર અને વજન મુજબ), (પેકિંગનો ખર્ચ અલગથી ચૂકવવાનો રહે છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RailwayRules IndianRailways BikeParcel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ