ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં 1200 સ્ક્વેર ફૂટ કાચની અનોખી ભૂલભૂલૈયા, કમળ પર બિરાજમાન શ્રીજીના દિવ્ય દર્શન, રોજ ઉમટે છે 2 હજારથી વધુ ભક્તો

VIDEO / નવસારીમાં 1200 સ્ક્વેર ફૂટ કાચની અનોખી ભૂલભૂલૈયા, કમળ પર બિરાજમાન શ્રીજીના દિવ્ય દર્શન, રોજ ઉમટે છે 2 હજારથી વધુ ભક્તો

Published By: Vishal Khamar
Reported By: Rajesh Solanki

Last Updated: 10:30 AM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના વિજલપુર સ્થિત ચંદનવન સોસાયટીના ‘શ્રી યુવા ગણેશ મંડળ’ના યુવાનોએ. પોતાની ટેકનિકલ સ્કીલ, અદ્ભુત રચનાત્મકતા અને ધાર્મિક આસ્થાનો સમન્વય કરીને આ યુવાનોએ કાચમાંથી ઈલ્યુઝન આર્ટ અને ભૂલભૂલૈયા તૈયાર કરી છે.

ADVERTISEMENT

નવસારીના ચંદનવન સોસાયટીમાં પ્રવેશતાં જ ભક્તો એક અનોખી ભ્રમણામાં પ્રવેશે છે. છેલ્લા અઢી મહિનાની સતત મહેનત અને અંદાજે 1200 ફૂટ કાચના ઉપયોગથી તૈયાર થયેલું આ ઈલ્યુઝન આર્ટ સૌને આશ્ચર્યમાં મૂકી દે છે.

એક તરફથી જોતાં ત્રિકોણ દેખાતું બોક્સ બીજી તરફથી ચોરસ બની જાય છે, તો ક્યાંક યુવાનનું ધડ વગરનું માથું હવામાં તરતું જણાય છે! કાચ સામે ઊભા રહેતાં જ પોતાના જ રૂપના જુદા જુદા ફની ચહેરાઓ દેખાય છે. બાળકો માટે આ એક કલ્પનાતીત મનોરંજન છે, તો મોટેરાઓ માટે એક વિચારવા જેવી બાબત. પરંતુ ખરો રોમાંચ ત્યારે શરૂ થાય છે જ્યારે ભક્તો કાચની ભૂલભૂલૈયામાં પગ મૂકે છે. સામે રસ્તો સાફ દેખાતો હોય પણ આગળ વધતાં જ કાચ સાથે ભટકાવું પડે છે! ક્યાં જવું અને ક્યાંથી બહાર નીકળવું તેની અસમંજસ વચ્ચે ભક્તો જ્યારે ગૂંચવાય છે, ત્યારે માત્ર એક જ નામ તેમનો આધાર બને છે - 'ગણપતિ બાપ્પા મોરિયા'.

જ્યાં સુધી માણસ પોતાના અહંકાર અને સંસારના ભ્રમમાં ભટકે છે, ત્યાં સુધી તેને સાચો માર્ગ મળતો નથી. પરંતુ જેવો તે ગણપતિ બાપ્પાનો સહારો લે છે અને શ્રદ્ધાથી પોકારે છે, કે તરત જ ભૂલભૂલૈયા માંથી બહાર નીકળવાનો રસ્તો મળી જાય છે.

ભૂલભૂલૈયાનો અંત આવતાં જ સૂર્ય અને કમળની મધ્યમાં બિરાજમાન શ્રી ગણેશજીના મનમોહક અને દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે. આ એ ક્ષણ છે જ્યાં ભક્તનો સઘળો થાક, સઘળી મૂંઝવણ ક્ષણભરમાં ગાયબ થઈ જાય છે. યુવાનોએ આ કાચના માધ્યમથી સમાજને ખૂબ જ ઊંડો આધ્યાત્મિક સંદેશ આપ્યો છે કે - સંસારની તકલીફો અને સમસ્યાઓ માત્ર એક ભ્રમ (ઈલ્યુઝન) છે. માણસ પોતાની જ દ્રષ્ટિના દ્રોહથી સમસ્યાઓમાં ગૂંચવાયેલો રહે છે, પરંતુ જો વિઘ્નહર્તાના શરણે જવામાં આવે, તો જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાંથી પણ ઉગારાનો માર્ગ મળી જ જાય છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, મહુવામાં 4.13 ઈંચ તો ગોંડલમાં 3.62 ઈંચ, જાણો આજની લેટેસ્ટ આગાહી

કાચ પર પડેલું પ્રતિબિંબ ક્ષણભંગુર છે, પણ ઈશ્વરની સત્તા શાશ્વત છે. ચંદનવનના આ યુવાનોએ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી અને વિજ્ઞાનનો ઉપયોગ જો શ્રદ્ધા સાથે કરવામાં આવે તો તે સનાતન સત્યનો માર્ગ બતાવી શકે છે. જીવનની ભૂલભૂલૈયા ગમે તેટલી કઠિન હોય, પરંતુ જેનું મન બાપ્પાના ચરણોમાં સ્થિર છે, તેના માટે કોઈ વિઘ્ન અશક્ય નથી. કાચની આ ભ્રમણા આપણને શીખવે છે કે સંસારમાંથી પાર ઊતરવું હોય તો ભ્રમમાંથી બહાર નીકળીને પરમ સત્યરૂપી ગણેશના શરણે જવું જ પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandanvas Society Navsari Glass Maze Navsari Ganpati Bappa Illusion

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ