ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:12 AM, 21 September 2026
1/6
વૈદિક જ્યોતિષમાં ચંદ્રને મન, ભાવનાઓ અને માનસિક સ્થિતિનો કારક માનવામાં આવે છે. જ્યારે શનિદેવને ન્યાય, શિસ્ત, સંઘર્ષ અને કર્મના કારક ગ્રહ માનવામાં આવે છે. આજે 21 સપ્ટેમ્બરે ચંદ્ર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે આ ગોચર દરમિયાન મિથુન, સિંહ અને ધનુ રાશિના જાતકોએ ખર્ચ, સ્વાસ્થ્ય અને પારિવારિક બાબતોમાં સાવધાની રાખવી પડશે.
2/6
મિથુન રાશિના જાતકો માટે ચંદ્રનું ગોચર આઠમા ભાવમાં થવાનું છે. જ્યોતિષશાસ્ત્રમાં આ ભાવને અચાનક થતી ઘટનાઓ, સંકટ અને ઉતાર-ચઢાવ સાથે જોડવામાં આવે છે. આ સમય દરમિયાન માનસિક તણાવ વધી શકે છે અને કામમાં અડચણો આવી શકે છે. નોકરીમાં સહકર્મીઓ અથવા અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે. વાહન ચલાવતી વખતે અને ખાણીપીણીમાં સાવધાની રાખવી. આર્થિક મામલે કોઈ મોટું નવું રોકાણ કરતાં પહેલાં વિચારવું અને ઉતાવળમાં પૈસા ખર્ચવાનું ટાળવું.
ADVERTISEMENT
3/6
સિંહ રાશિના જાતકો માટે ચંદ્ર છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ સમય દરમિયાન વિરોધીઓ સક્રિય થઈ શકે છે અને તમારા કામમાં અવરોધ ઊભા કરી શકે છે. સ્વાસ્થ્યની અવગણના કરવાથી મુશ્કેલી વધી શકે છે. ખાસ કરીને પેટની તકલીફ અથવા માનસિક થાક પર ધ્યાન આપવું. પૈસાની લેવડદેવડમાં ખાસ સાવધાની રાખવી. કોઈને પણ ઉતાવળમાં ઉધાર પૈસા આપવા નહીં. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાથી બજેટ ખોરવાતું અટકાવી શકાય છે.
4/6
ધનુ રાશિના જાતકો માટે ચંદ્ર બીજા ભાવમાં ગોચર કરશે. જ્યોતિષમાં આ ભાવને ધન, વાણી અને પરિવાર સાથે જોડવામાં આવે છે. આ સમય દરમિયાન અચાનક ખર્ચ સામે આવી શકે છે, જેના કારણે તમારું આર્થિક બજેટ બગડી શકે છે. પરિવારના સભ્યો અથવા વેપારમાં ભાગીદાર સાથે બોલાચાલી થવાની શક્યતા છે. ગુસ્સામાં કે ઉતાવળમાં કોઈ વાત કરવાથી સંબંધોમાં તણાવ વધી શકે છે. તેથી પૈસાની બાબતોમાં સમજદારી રાખવી અને વાતચીતમાં શબ્દોનો ઉપયોગ સમજી-વિચારીને કરવો.
ADVERTISEMENT
5/6
જ્યોતિષીય માન્યતા અનુસાર ચંદ્ર ગોચરની નકારાત્મક અસર ઓછી કરવા માટે સોમવારે અથવા ગોચર દરમિયાન શિવલિંગ પર શુદ્ધ જળ અને અક્ષત અર્પણ કરવા. આ સાથે 'ૐ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો. શનિની રાશિમાં ચંદ્રના ગોચર દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને દૂધ, ચોખા અથવા ખાંડનું દાન કરવું. આ સમય દરમિયાન બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું અને કોઈ પણ આર્થિક નિર્ણય લેતાં પહેલાં યોગ્ય વિચાર કરવો.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ