ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્યમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, મહુવામાં 4.13 ઈંચ તો ગોંડલમાં 3.62 ઈંચ, જાણો આજની લેટેસ્ટ આગાહી
7 ફોટો ગેલેરી
Last Updated: 08:25 AM, 21 September 2026
1/7
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં 4.13 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ ગોંડલમાં 3.62 ઈંચ, માણાવદરમાં 2.80 ઈંચ, જૂનાગઢ અને વંથલીમાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણમાં 2.05 ઈંચ, ભાણવડમાં 1.97 ઈંચ, કેશોદમાં 1.93 ઈંચ, કુંકાવાડ-વડિયામાં 1.81 ઈંચ અને જસદણમાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતમાં 1.57 ઈંચ, જેતપુરમાં 1.56 ઈંચ, જાફ્રાબાદમાં 1.46 ઈંચ, જ્યારે કોટડા સાંગાણી અને તલાલામાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે. લાલપુરમાં 1.18 ઈંચ અને બાબરામાં 1.10 ઈંચ વરસાદ નોંધાયો છે.
2/7
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. કેટલાક સ્થળોએ પવન સાથે વરસાદના ભારે ઝાપટાં પણ પડ્યાં હતાં. દરમિયાન હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતમાંથી ચોમાસાની તબક્કાવાર વિદાય શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થવાની સંભાવના છે.
ADVERTISEMENT
3/7
હવામાન વિભાગની આગાહી મુજબ 21 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
4/7
22 સપ્ટેમ્બર 2026ના રોજ પણ રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે ત્યારબાદ વરસાદનો વ્યાપ ધીમે ધીમે ઘટી શકે છે અને રાજ્યમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી શકે છે. 23થી 26 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
5/7
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના કેટલાક વિસ્તારો અને પંજાબ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા કચ્છમાંથી આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. હાલમાં ચોમાસાની વિદાય રેખા રામગઢ, મોહનગઢ, ફલોદી અને ખાજુવાલા તરફથી પસાર થઈ રહી છે. આગામી દિવસોમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આગળ વધે તેવી શક્યતા છે.
6/7
ADVERTISEMENT
7/7
22 સપ્ટેમ્બરે સિસ્ટમ વેસ્ટ-સેન્ટ્રલ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. 23 સપ્ટેમ્બરની સવાર સુધીમાં તે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ પહોંચી શકે છે.આ ઉપરાંત અરબી સમુદ્ર તથા દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ