ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ભારતમાં આવેલી આ જગ્યા શા માટે કહેવાય છે સૌથી ખતરનાક? અહીં પહોંચતા જ જીવ જોખમમાં મુકાય છે, જાણો શું છે રહસ્ય
Last Updated: 12:16 AM, 21 September 2026
ADVERTISEMENT
પૃથ્વી પર એવી અનેક જગ્યાઓ છે જે પોતાની પ્રાકૃતિક સુંદરતા અને રહસ્યો માટે જાણીતી છે, પરંતુ ભારતમાં જ એક એવો પણ વિસ્તાર છે જ્યાં પગ મૂકવાનો અર્થ સીધો મોતને વહાલ કરવાનો થાય છે. અંદમાન અને નિકોબાર ટાપુસમૂહમાં સ્થિત 'નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ' ને દુનિયાનો સૌથી ખતરનાક અને અલગ-થલગ દ્વીપ માનવામાં આવે છે. ઘાટા જંગલો અને સમુદ્રથી ઘેરાયેલા આ ટાપુ પર વસતા 'સેન્ટિનલીઝ' (Sentinelese) આદિવાસીઓ આજે પણ આધુનિક માનવ સભ્યતાથી હજારો વર્ષ પાછળ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સેન્ટિનલીઝ જનજાતિ આજે પણ શિકાર કરીને અને પ્રાકૃતિક સંસાધનો પર જ પોતાનું ગુજરાન ચલાવે છે. બાહ્ય દુનિયા સાથે તેમનો સંપર્ક શૂન્ય છે. જ્યારે પણ કોઈ બહારની વ્યક્તિ કે વહાણ આ ટાપુની નજીક જવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ આદિવાસીઓ ધનુષ અને તીર વડે તેમના પર હુમલો કરી દે છે.
ADVERTISEMENT
'ધ ગાર્ડિયન' ના અહેવાલ મુજબ, 2004 માં આવેલા ભીષણ સુનામી બાદ જ્યારે ભારતીય તંત્ર દ્વારા આ આદિવાસીઓની સ્થિતિ જાણવા અને મદદ પહોંચાડવા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું, ત્યારે તેમણે રાહત સામગ્રી લેવાને બદલે હેલિકોપ્ટર પર પણ તીરોનો વરસાદ કરી દીધો હતો.

ADVERTISEMENT
'ડેલી મેલ' ના રિપોર્ટ અનુસાર, કેટલાક વર્ષો પહેલાં જ્હોન એલન ચૌ નામનો એક અમેરિકી મિશનરી ચોરી-છૂપીથી આ ટાપુ પર પહોંચ્યો હતો. પરંતુ કિનારે પગ મૂકતાં જ આદિવાસીઓએ તીરોથી વિંધીને તેની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
બાહ્ય દુનિયાથી તદ્દન અલગ રહેતા આ આદિવાસીઓમાં સામાન્ય શરદી, ફ્લૂ કે વાયરસ સામે લડવાની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) હોતી નથી. બહારથી જતી કોઈ વ્યક્તિ દ્વારા ફેલાયેલો નાનો વાયરસ પણ આખી જનજાતિનો વિનાશ નોતરી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
ભારતીય પ્રશાસને આ જનજાતિના અસ્તિત્વ અને સંસ્કૃતિને બચાવવા માટે ટાપુની ચારેય તરફ 5 કિલોમીટરના વિસ્તારને 'નો ગ્રીન ઝોન' અને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે. આ આદિવાસીઓ પર ભારતીય કાયદા હેઠળ કેસ ચલાવી શકાતો નથી કારણ કે તેમની સાથે સંપર્ક કરવો જ ગેરકાનૂની છે.આ તમામ કારણોસર, અદ્ભુત કુદરતી સૌંદર્ય ધરાવતો આ ભારતીય ટાપુ સામાન્ય લોકો માટે અત્યંત ભયાનક અને અગમ્ય બનેલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો