ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર સરપંચની ધરપકડ, ખેતરમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું, પછી હોટલમાં પણ કર્યું કુકર્મ
Last Updated: 10:27 PM, 20 September 2026
ADVERTISEMENT
નવાખલ ગામના સરપંચ પર જ ગંભીર આરોપ લાગ્યા છે. સરપંચ દિલીપભાઈ સોલંકી સામે પરણિત મહિલા સાથે દુષ્કર્મ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.પોલીસ ના જણાવ્યા મુજબ મહિલાને અલગ-અલગ સ્થળે બોલાવી દુષ્કર્મ આચર્યાનો અને કોઈને વાત ન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે.ફરિયાદ બાદ આંકલાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સરપંચને ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT
19 ઓગસ્ટની રાત્રે મહિલાને ખેતરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું
નવાખલ ગામના સરપંચ દિલીપભાઈ સોલંકી સામે ગંભીર આક્ષેપો થયા છે.પોલીસ ના જણાવ્યા મુજબ, આરોપી મહિલાના પતિના મિત્ર હોવાથી તેના ઘરે અવારનવાર જતા અને મદદની વાત કરી મહિલાનો વિશ્વાસ કેળવ્યો હતો.ત્યારબાદ 19 ઓગસ્ટની રાત્રે મહિલાને પતિ અંગે વાત કરવાના બહાને ખેતરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.
ADVERTISEMENT
હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું
મામલો અહીં અટક્યો નહીં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.પોલીસ મુજબ, 3 સપ્ટેમ્બરે આસોદર ચોકડી પાસે મહિલાને પતિને સમગ્ર વાત કહી દેવાની ધમકી આપી હોટલમાં લઈ જવાઈ હતી.ત્યાં પણ મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.સાથે જ કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. અને 19 સપ્ટેમ્બરની રાત્રે ફરી એક ગંભીર ઘટના બની હોવાનો પોલીસ ફરિયાદ માં ઉલ્લેખ છે.મહિલા પોતાના ઘરની બહાર કામ કરી રહી હતી ત્યારે આરોપી ત્યાં પહોંચ્યો હોવાનો દાવો છે.મહિલાએ બૂમાબૂમ કરતાં તેના સાસુ-સસરા અને પતિ આવી પહોંચ્યા...પરિવારજનો આવતા આરોપી ત્યાંથી ભાગી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.ત્યારબાદ મહિલાની ફરિયાદના આધારે આંકલાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુ વાંચો : અમરેલીમાં માતાજીના મંદિર પર વીજળી ત્રાટકી, જૂનાગઢ-ગોંડલમાં સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ
ADVERTISEMENT
આરોપી સરપંચની ધરપકડ
ફરિયાદ નોંધાયા બાદ આંકલાવ પોલીસે આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.પોલીસે આરોપીના ઘર સહિત આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.આખરે નવાખલ ગામ નજીકના ફાર્મમાંથી આરોપી સરપંચ દિલીપભાઈ ઉર્ફે દીપો સોલંકી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવાખલના સરપંચ સામે લાગેલા આ ગંભીર આરોપોએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે કાર્યવાહી કરી છે અને સમગ્ર મામલે કાયદેસરની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.