ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / પરિવર્તિની એકાદશી 2026 ક્યારે? 21 કે 22 સપ્ટેમ્બરે કરશે ભગવાન વિષ્ણુ પરિવર્તન, જાણો સાચી તિથિ અને પૂજાનો શુભ મુહૂર્ત

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / પરિવર્તિની એકાદશી 2026 ક્યારે? 21 કે 22 સપ્ટેમ્બરે કરશે ભગવાન વિષ્ણુ પરિવર્તન, જાણો સાચી તિથિ અને પૂજાનો શુભ મુહૂર્ત

Last Updated: 07:50 AM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પરિવર્તિની એકાદશીનું વ્રત 22 સપ્ટેમ્બર 2026, મંગળવારે રાખવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે.

1/7

photoStories-logo

1. આજે કે કાલે ? ક્યારે છે પરિવર્તિની એકાદશી ?

પરિવર્તિની એકાદશીની તારીખને લઈને 21 કે 22 સપ્ટેમ્બરની મૂંઝવણ છે. પંચાંગની ઉદયા તિથિ અનુસાર આ વ્રત 22 સપ્ટેમ્બરે રાખવામાં આવશે. આ દિવસે રવિ, અતિગંડ અને સુકર્મા યોગ રહેશે. જાણો એકાદશીની તિથિ, પૂજાનો શુભ સમય, પારણાની તારીખ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સંપૂર્ણ વિધિ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પરિવર્તિની એકાદશી 2026ની તિથિ અને વ્રતની તારીખ

હિંદુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 21 સપ્ટેમ્બરની રાત્રે 8:01 વાગ્યે શરૂ થશે અને 22 સપ્ટેમ્બરની રાત્રે 9:43 વાગ્યા સુધી રહેશે. ઉદયા તિથિની માન્યતા અનુસાર પરિવર્તિની એકાદશીનું વ્રત 22 સપ્ટેમ્બર, મંગળવારે રાખવામાં આવશે.ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રા દરમિયાન પોતાની કરવટ બદલે છે. દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહે છે. આ સમયગાળામાં આવતી પરિવર્તિની એકાદશીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પરિવર્તિની એકાદશી પર 3 શુભ યોગ

22 સપ્ટેમ્બરે પરિવર્તિની એકાદશીના દિવસે રવિ યોગ રહેશે. આ યોગ સવારે 6:09 વાગ્યાથી 7:06 વાગ્યા સુધી રહેશે. તેની કુલ અવધિ 57 મિનિટની છે. આ ઉપરાંત અતિગંડ યોગ અને સુકર્મા યોગ પણ રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર આ શુભ યોગોના કારણે એકાદશીનું મહત્ત્વ વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પરિવર્તિની એકાદશી 2026નો પૂજાનો શુભ સમય

પરિવર્તિની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:35 વાગ્યાથી 5:22 વાગ્યા સુધી રહેશે. જ્યારે પૂજા માટેનો શ્રેષ્ઠ સમય સવારે 9:11 વાગ્યાથી બપોરે 1:45 વાગ્યા સુધીનો છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા અને મંત્રજાપ કરી શકાય છે.આ ઉપરાંત સવારે 10:43 વાગ્યાથી બપોરે 12:14 વાગ્યા સુધી લાભ-ઉન્નતિ મુહૂર્ત રહેશે. બપોરે 12:14 વાગ્યાથી 1:45 વાગ્યા સુધી અમૃત-સર્વોત્તમ મુહૂર્ત રહેશે. જ્યારે અભિજિત મુહૂર્ત સવારે 11:49 વાગ્યાથી બપોરે 12:38 વાગ્યા સુધી રહેશે. આ શુભ મુહૂર્તમાં પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. પરિવર્તિની એકાદશીનું પારણું ક્યારે કરવું?

પરિવર્તિની એકાદશીના વ્રતનું પારણું 23 સપ્ટેમ્બર 2026, બુધવારે કરવામાં આવશે. વ્રત રાખનારા શ્રદ્ધાળુઓ સવારે પૂજા-પાઠ કર્યા બાદ સવારે 6:10 વાગ્યાથી 8:35 વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે વ્રત ખોલી શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશી વ્રતનું પારણું યોગ્ય સમયે કરવું શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પરિવર્તિની એકાદશીની પૂજા વિધિ

પરિવર્તિની એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ પૂજાસ્થળની સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરો. ભગવાન વિષ્ણુની તસવીર સ્થાપિત કરીને વ્રતનો સંકલ્પ લો. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળાં વસ્ત્ર, પીળાં ફૂલ, તુલસીપત્ર અને અક્ષત અર્પણ કરો.ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવીને ધૂપ-અગરબત્તીથી પૂજા કરો. ભગવાન વિષ્ણુને ફળ, મીઠાઈ અને પંચામૃતનો ભોગ ધરાવો. પૂજા બાદ ભગવાનની સામે બેસીને ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો. આ દિવસે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. અંતમાં પોતાની શ્રદ્ધા અનુસાર જરૂરિયાતમંદ લોકોને દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Parivartini Ekadashi 2026 Parivartini Ekadashi Puja Vidhi Ekadashi Date 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ