ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / તાપીમાં ગણપતિ વિસર્જન દરમિયાન બેન્ડમાં નાચવા બાબતે ઝઘડો થતાં ઇસમે યુવકનું ઢીમ ઢાળી દીધું
Last Updated: 12:31 PM, 21 September 2026
ADVERTISEMENT
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન બેન્ડમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં 21 વર્ષીય યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ કુકરમુંડાના રાજપુર ગામના રહેવાસી શંકર વળવી તરીકે થઈ છે.
ADVERTISEMENT
બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો
મળતી માહિતી મુજબ, ગણેશ વિસર્જનના કાર્યક્રમ દરમિયાન બેન્ડના તાલે નાચતી વખતે શંકર વળવીનો પગનો અંગૂઠો અન્ય એક યુવકના પગ નીચે દબાઈ ગયો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો.
ADVERTISEMENT
સારવાર દરમ્યાન મોત નિપજ્યું
આ દરમિયાન આરોપી તરીકે જણાવાયેલા વિશાલ પાડવીએ શંકર વળવી સાથે ઝઘડો કર્યા બાદ તેનું ગળું દબાવી દીધું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ગંભીર હાલતમાં શંકરને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં કુકરમુંડા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે વિશાલ પાડવી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાની સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.