ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત મનપાના 5 ક્લાસ-1 અધિકારીઓ સામે ACB તપાસની ચર્ચા, તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર પાસે મંજૂરી માંગી!

તપાસ / સુરત મનપાના 5 ક્લાસ-1 અધિકારીઓ સામે ACB તપાસની ચર્ચા, તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર પાસે મંજૂરી માંગી!

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 12:54 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત મહાનગરપાલિકાના સ્ટ્રીટલાઈટ અને વિજિલન્સ વિભાગના નિવૃત્ત તથા પ્રવર્તમાન 5 ક્લાસ-1 અધિકારીઓ સામે ACB તપાસ માટે મંજૂરી માંગ્યાની માહિતી સામે આવી છે.

ADVERTISEMENT

સુરત મહાનગરપાલિકામાં સ્ટ્રીટલાઇટ અને વિજિલન્સ વિભાગ સાથે જોડાયેલા પાંચ વર્તમાન તથા નિવૃત્ત ક્લાસ-1 અધિકારીઓ સામે તપાસનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તપાસ આગળ વધારવા માટે મ્યુનિસિપલ કમિશનર પાસેથી મંજૂરી માંગવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

મળતી વિગતો મુજબ, સ્ટ્રીટલાઇટ મેઇન્ટેનન્સ અને LED સપ્લાયના ચાર ટેન્ડરોને કથિત રીતે ખોટી રીતે દફતરે કરવા અંગે વર્ષ 2019માં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદને લઈને લાંબા સમય બાદ ACB દ્વારા તપાસની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ મામલે તત્કાલિન વિજિલન્સ ઓફિસર જયેશ ચૌહાણ અને નિવૃત્ત એડિશનલ સિટી ઇજનેર કે.એચ. ખતવાણી ઉપરાંત ડેપ્યુટી ઇજનેર રોહિત પટેલ, નિવૃત્ત ડેપ્યુટી ઇજનેર કિરીટ સુવર્ણકાળ તથા ડેપ્યુટી ઇજનેર કે.ટી. પટેલનાં નામ તપાસના દાયરામાં હોવાની માહિતી છે.

7 વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો મામલો

2019ની ફરિયાદ બાદ હવે આશરે સાત વર્ષ પછી ACBની તપાસની પ્રક્રિયા ફરી આગળ વધતાં મનપાના વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જોકે, આ તબક્કે અધિકારીઓ સામે કોઈ ગુનો નોંધાયો નથી અને તપાસ માટે મંજૂરી માગવામાં આવી છે.

સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર શું નિર્ણય લે છે

હવે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર શું નિર્ણય લે છે, તેના પર આગળની કાર્યવાહીનો આધાર રહેશે. જો તપાસ માટે મંજૂરી આપવામાં આવે તો ACB દ્વારા કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય, ખાનપુર કમલમ અને સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી! તપાસ શરૂ

ઉલ્લેખનીય છે કે, તપાસ અથવા મંજૂરીનો તબક્કો પોતે જ સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ આરોપો સાબિત થયા હોવાનું દર્શાવતો નથી. મામલે સત્તાવાર તપાસ અને ત્યારબાદની કાયદાકીય પ્રક્રિયા બાદ જ હકીકતો સ્પષ્ટ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

SMC Surat Municipal Corporation ACB investigation

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ