ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા રાકેશ બારોટ, યાદ કરીને થયા ભાવુક
Last Updated: 03:40 PM, 21 September 2026
ADVERTISEMENT
લોકગાયક રાકેશ બારોટ ચંદન વાવ થરાદના સુઈગામમાં પહોંચ્યાં હતા અને સ્વર્ગસ્થ ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે તેઓ ભાવુક જોવા મળ્યાં હતા. તેમણે કહ્યું માત્ર 10 મિનિટની મુલાકાતમાં ચંદનના સ્વભાવનો પરિચય થયો હતો. તેમણે કહ્યું કે ચંદનને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડેલા લોકોની લાગણી જોઈ, આટલી પ્રજા ચંદનના પ્રેમને લઈને અહીં ટૂટી પડી છે.
ADVERTISEMENT
શું બન્યું હતું?
ગુજ્જુ લવ ગુરુ' તરીકે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત કોમેડિયન અને ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડના 17 સપ્ટેમ્બર 2026ના રોજ બનાસકાંઠાના ભાભર નજીક એક માર્ગ અકસ્માતમાં અચાનક કરુણ અવસાનથી સમગ્ર ગુજરાતી કલા જગત અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ADVERTISEMENT
ભાભર ગૌશાળા પાસે અકસ્માત
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ચંદન રાઠોડ પોતાની બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ભાભર ગૌશાળા નજીક અચાનક બાઇક પરથી નિયંત્રણ ગુમાવતાં તેઓ રસ્તા પર પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો કઈ સમજે તે પહેલાં જ ઘટનાસ્થળે તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
ADVERTISEMENT
પોલીસ કરી રહી છે તપાસ
ADVERTISEMENT
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. ચંદન રાઠોડ બાઇક પરથી કયા સંજોગોમાં નીચે પડ્યા, કોઈ વાહનની ટક્કર વાગી હતી કે રસ્તાના ખાડા કે અન્ય કારણોસર બાઇક સ્લિપ થયું હતું તે તમામ પાસાઓ પર પોલીસ હાલમાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.