ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / કેનેડામાં ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન વિમાન દુર્ઘટના, તમિલનાડુ-પુડુચેરીના 2 ભારતીય વિદ્યાર્થીઓનું મો*ત

વિશ્વ / કેનેડામાં ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન વિમાન દુર્ઘટના, તમિલનાડુ-પુડુચેરીના 2 ભારતીય વિદ્યાર્થીઓનું મો*ત

Published By: Nidhi Panchal

Last Updated: 02:19 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન થયેલી વિમાન દુર્ઘટનામાં તમિલનાડુ અને પુડુચેરીના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટે બંનેના મોતની પુષ્ટિ કરી છે અને પરિવારોને મૃતદેહો ભારત પરત લાવવામાં શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

ADVERTISEMENT

કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન થયેલી એક દુઃખદ વિમાન દુર્ઘટનામાં તમિલનાડુ અને પુડુચેરીના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાની પુષ્ટિ કરી છે. મૃતકોની ઓળખ મનોજ શિવકુમાર અને શ્રીશરણ તિરુગ્નાનસંબંથમ તરીકે થઈ છે. આ ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે. ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ દ્વારા પરિવારજનોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

plan-2

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને બંને વિદ્યાર્થીઓના મોત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. પોસ્ટમાં વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન થયેલા દુઃખદ હવાઈ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમિલનાડુ અને પુડુચેરીના બે ભારતીય વિદ્યાર્થીઓ મનોજ શિવકુમાર અને શ્રીશરણ તિરુગ્નાનસંબંથમના અવસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવે છે. દૂતાવાસે મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો અને તેમના પ્રિયજનો સાથે સંવેદના વ્યક્ત કરી છે.

પરિવારોને શક્ય તમામ કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવશે

કોન્સ્યુલેટે વધુમાં જણાવ્યું હતું કે મૃત વિદ્યાર્થીઓના પાર્થિવ શરીરને ભારતમાં પરત લાવવા માટે પરિવારોને શક્ય તમામ કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવશે. ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે તે સ્થાનિક અધિકારીઓ તેમજ બંને વિદ્યાર્થીઓના પરિવારો સાથે સતત સંપર્કમાં છે. મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહોને તેમના વતન રાજ્યોમાં પરત મોકલવાની પ્રક્રિયામાં પરિવારોને જરૂરી અને શક્ય તમામ કોન્સ્યુલર મદદ કરવામાં આવી રહી છે.

તેની ચોક્કસ માહિતી સામે આવી

હાલમાં આ વિમાન અકસ્માત કયા કારણોસર થયો તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કેનેડિયન મીડિયા સીબીસીએ શનિવારે પણ આવી જ એક વિમાન દુર્ઘટનાના અહેવાલ આપ્યો હતો, પરંતુ આ જ ઘટના છે કે નહીં તે અંગે હજુ સુધી ચકાસણી થઈ શકી નથી. સીબીસીના અહેવાલ મુજબ, હાર્વ્સ એર દ્વારા સંચાલિત સેસ્ના 172 વિમાન શુક્રવારે સવારે સ્થાનિક સમય પ્રમાણે સાસ્કાચેવનના કિસ્બે નજીક ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને લોકોના મોત થયા હતા.

બે લાઇસન્સ પ્રાપ્ત પાઇલટ્સ સવાર

અહેવાલ પ્રમાણે આ વિમાનમાં બે લાઇસન્સ પ્રાપ્ત પાઇલટ્સ સવાર હતા. તેઓ રાત્રે રેજિનાથી કાર્લાઇલ, સાસ્કાચેવન થઈને સ્ટેઇનબેક, મેનિટોબા જઈ રહ્યા હતા. સીબીસીએ હાર્વ્સ એરના પ્રમુખ એડમ પેનરના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે બંને પાઇલટ્સે તેમના કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ માટે જરૂરી ફ્લાઇટ કલાકો પૂર્ણ કરવા માટે વિમાન ચાર્ટર્ડ કર્યું હતું.

10:30 વાગ્યા સુધીમાં વિમાન પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યું ન હતું

સવારે લગભગ 10:30 વાગ્યા સુધીમાં વિમાન પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યું ન હતું. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ઓફ કેનેડાને આ અંગે જાણ કરવામાં આવી હતી અને ગુમ થયેલા વિમાનની શોધ માટે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ સ્કૂલના એક નિવેદન મુજબ, શોધ અને બચાવ ટીમે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. બંને મુસાફરો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

બચાવ કામગીરીનું નેતૃત્વ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું

ટ્રેન્ટનમાં આવેલા જોઈન્ટ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (JRCC)ના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ જો હોલેન્ડરે જણાવ્યું હતું કે ગુમ થયેલા વિમાન માટેની શોધ અને બચાવ કામગીરીનું નેતૃત્વ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે 435 સ્ક્વોડ્રનના CC-138 હર્ક્યુલસ વિમાને ક્રેશ થયેલું સ્થળ શોધી કાઢ્યું હતું. ત્યારબાદ શોધ અને બચાવ ટીમના ટેકનિશિયનોને પેરાશૂટ દ્વારા ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. શોધ અને બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ JRCC દ્વારા આ કેસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મણિનગરમાં નકલી PSI બની હોટલમાં રહેતો કિરીટ ઝડપાયો, બે બનાવટી પોલીસ આઈકાર્ડ અને ડેપ્યુટી મામલતદારનું કાર્ડ મળ્યું

સીબીસીના અહેવાલ પ્રમાણે જાન્યુઆરી 2025 પછી હાર્વ્સ એર સાથે સંકળાયેલો આ ત્રીજો વિમાન અકસ્માત છે. જાન્યુઆરી 2025માં ફ્લાઇટ સ્કૂલમાં કામ કરતા એક પ્રશિક્ષકને નાના વિમાનના પ્રોપેલર સાથે અથડાતા ગંભીર ઇજા થઈ હતી. તે સમયે એક વિદ્યાર્થી વિમાનનું એન્જિન શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ જુલાઈ 2025માં તાલીમ કવાયત દરમિયાન એક સિંગલ-એન્જિન વિમાન હવામાં અથડાયું હતું, જેમાં બે વિદ્યાર્થી પાઇલટ્સના મોત થયા હતા. હવે કેનેડામાં થયેલી આ નવી દુર્ઘટનાએ ફરી એકવાર ફ્લાઇટ તાલીમ દરમિયાન સલામતી અંગે સવાલો ઉભા કર્યા છે. જોકે, હાલની દુર્ઘટનાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Students Canada Plane Crash Flight Training

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ