ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મણિનગરમાં નકલી PSI બની હોટલમાં રહેતો કિરીટ ઝડપાયો, બે બનાવટી પોલીસ આઈકાર્ડ અને ડેપ્યુટી મામલતદારનું કાર્ડ મળ્યું
Last Updated: 02:03 PM, 21 September 2026
ADVERTISEMENT
મણિનગર રેલવે ક્રોસિંગ પાસેથી કિરીટ ઉર્ફે કે.બી. અમીનને નકલી ઓળખકાર્ડ સાથે ઝડપી પાડયો છે. પોલીસના જણાવ્યા મુજબ કિરીટ પાસે ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું આઈકાર્ડ મળી આવ્યું હતું. તપાસમાં અગાઉ પણ તે પોલીસના સ્વાંગમાં ઝડપાયો હોવાનું સામે આવતા પોલીસે તેના જૂના ગુનાઓની વિગતો તપાસવાનું શરૂ કર્યું છે. કિરીટ અમીન મૂળ અરવલ્લી જિલ્લાનો છે અને હાલ ધોડાસરમાં એમ્પાયર હાઈટ્સમાં રહે છે.
ADVERTISEMENT

છેલ્લા બે મહિનાથી તે મણિનગરની એક હોટલમાં પોતે ગાંધીનગર એલસીબીનો પીએસઆઈ હોવાનું જણાવીને રહેતો હતો.
ADVERTISEMENT
વાહન ચેકિંગ દરમિયાન તેની હરકતો શંકાસ્પદ લાગતાં પોલીસે તેને રોકીને તપાસ કરી હતી. તપાસમાં તેની પાસેથી પોલીસના બે બનાવટી આઈકાર્ડ અને ડેપ્યુટી મામલતદારનું એક આઈકાર્ડ મળી આવ્યું હતું. આ આઈકાર્ડ વલસાડના એક યુવક પાસે બનાવડાવ્યાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પણ વિગતો સામે આવી છે. વર્ષ ૨૦૧૬માં તેણે અન્ય આરોપીઓ સાથે મળીને PM-JAYનાં બનાવટી કાર્ડ બનાવ્યાં હોવાનો ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં આશરે ત્રણ હજાર જેટલાં બનાવટી કાર્ડ બનાવ્યાની વિગતો સામે આવી હતી. આ કેસમાં તેની પ્રેમિકા પણ સંડોવાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ADVERTISEMENT
આ ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુરમાં એકના ડબલ કરવાની લાલચ આપી ડુપ્લિકેટ પોલીસ બની રેડ કરવાના કેસમાં પણ કિરીટનું નામ સામે આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.