ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાની કિટલીથી યુવક પર પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈનો ઘાતક હુમલો, આવ્યા 9 ટાંકા

VIDEO / ચાની કિટલીથી યુવક પર પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈનો ઘાતક હુમલો, આવ્યા 9 ટાંકા

Published By: Vishal Khamar
Reported By: Dilip Jiruka

Last Updated: 01:36 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી પર યુવક પર ચાના કીટલા વડે હુમલો કરવાનો આરોપ. પાનની દુકાનની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ, CCTV ફૂટેજ સામે આવ્યા.

ADVERTISEMENT

અમરેલી શહેરમાં મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી અને ધર્મકુમાર જોશીપુરા વચ્ચે થયેલી રકઝક બાદ મારામારી થઈ હોવાનો આક્ષેપ છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો

મળતી માહિતી મુજબ, અમરેલીમાં એક પાનની દુકાન પાસે સંદીપ ધાનાણી અને ધર્મકુમાર જોશીપુરા વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બનતા સંદીપ ધાનાણીએ ધર્મકુમાર જોશીપુરા પર ચાના કીટલા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

હુમલામાં ધર્મકુમાર જોશીપુરાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને 9 ટાંકા આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

સંદીપ ધાનાણી સામે ગુનો નોંધવામાં આવ્યો

ઘટનાને પગલે અમરેલી પોલીસ સ્ટેશનમાં સંદીપ ધાનાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મારામારીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 10 મિનિટમાં ડિલિવરીના નામે Blinkit ના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કેટલું યોગ્ય? જુઓ વાયરલ Video

પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતરાઈ ભાઈ

સંદીપ ધાનાણી ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતરાઈ ભાઈ હોવાનું પણ જણાવવામાં આવે છે.હાલમાં સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને મારામારી પાછળનું ચોક્કસ કારણ તથા ઘટનાક્રમ અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sandip Dhanani Amreli News Amreli Congress President

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ