ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાયલા-લીંબડી હાઈવે પર ST બસમાંથી પકડાયો ગાંજો, અકસ્માત બાદ મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરતા પકડાયો ગાંજો
Last Updated: 04:31 PM, 23 September 2026
ADVERTISEMENT
સાયલા-લીંબડી હાઈવે પર ST બસમાંથી ગાંજો પકડાયો છે. અકસ્માત બાદ મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરતા ગાંજો પકડાયો છે. કંડક્ટરને શંકા જતાં મુસાફરને અટકાવી પોલીસને જાણ કરી હતી. સાયલા પોલીસે મુસાફર પાસેથી 2.26 લાખનો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે મધ્યપ્રદેશના આરોપી જોહન રામસંગ ભુરિયાની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં પણ ગાંજાનો મોટો જથ્થો જપ્ત
અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી કરી ગાંજાનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફરની ચેક-ઇન બેગેજમાંથી આશરે 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવતા કસ્ટમ્સ વિભાગે તેની ધરપકડ કરી હતી. 21 સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબર TG 343 અમદાવાદ આવી હતી. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અમદાવાદ કસ્ટમ્સની AIU ટીમે મુંબઈના રહેવાસી એક પુરુષ મુસાફરને શંકાના આધારે અટકાવી તેની બેગેજની તપાસ હાથ ધરી હતી. બેગેજની તપાસ દરમિયાન કપડાં વચ્ચે છુપાવવામાં આવેલા 14 એરટાઇટ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. પેકેટમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવતા અધિકારીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ NDPS ફિલ્ડ ટેસ્ટિંગ કિટથી પદાર્થની પ્રાથમિક તપાસ કરવામાં આવતા તે ગાંજો એટલે કે મેરિજુઆના હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
ગાંજો લાવનાર શખ્સની ધરપકડ
ADVERTISEMENT
અમદાવાદ કસ્ટમ્સ દ્વારા NDPS એક્ટ 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે મુસાફરની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન આ જથ્થો કોના માટે અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો