ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Jio, Airtel અને Vi માટે TRAIની નવી સૂચના, ડેટા વગરના રિચાર્જ પ્લાન અને 30 દિવસની વેલિડિટી અંગે શું છે અપડેટ?

તમારા કામનું / Jio, Airtel અને Vi માટે TRAIની નવી સૂચના, ડેટા વગરના રિચાર્જ પ્લાન અને 30 દિવસની વેલિડિટી અંગે શું છે અપડેટ?

Published By: Pravin Joshi

Last Updated: 05:36 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TRAI એ ટેલિકોમ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લેતા 21 સપ્ટેમ્બર 2026 ના રોજ નવા નિયમો જાહેર કર્યા છે, જે મુજબ Jio, Airtel અને Vi જેવી કંપનીઓએ હવે ફક્ત કોલિંગ અને SMS વાળા સસ્તા રિચાર્જ પ્લાન લાવવા પડશે.

ADVERTISEMENT

દેશમાં મોબાઈલ રિચાર્જ વાપરતા કરોડો ગ્રાહકો માટે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 21 September 2026 ના રોજ 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન 2026' જાહેર કર્યું છે. આ નવા નિયમો અંતર્ગત Jio, Airtel અને Vi સહિતની તમામ ટેલિકોમ કંપનીઓએ હવે માત્ર Voice (કૉલિંગ) અને SMS વાળા પ્લાન આપવા ફરજિયાત બનશે. સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાના 30 દિવસ બાદ આ નવો નિયમ દેશભરમાં અમલી બની જશે.

mobile-recharge

ડેટા વિનાનો મળશે સસ્તો રિચાર્જ વિકલ્પ

અત્યાર સુધી જો કોઈ ગ્રાહકને માત્ર ફોન પર વાતચીત કરવી હોય, તો પણ તેણે ડેટા બંડલ ધરાવતો મોંઘો પ્લાન ખરીદવો પડતો હતો. TRAI ના નવા નિયમ મુજબ, જો કોઈ કંપની 28 દિવસ કે અન્ય કોઈ સમયગાળા માટે કૉલિંગ, SMS અને ડેટાવાળો પ્લાન વેચે છે, તો તેણે તે જ સમયગાળા માટે ડેટા વિનાનો (Voice-SMS-Only) વિકલ્પ પણ આપવો પડશે. આ ડેટા-મુક્ત પ્લાનની કિંમત મૂળ ડેટા પ્લાન કરતા વ્યાજબી રીતે ઓછી રાખવી પડશે.

mobile-recharge

28 દિવસના બદલે દર મહિને એક જ તારીખે રિન્યૂઅલ

નવા નિયમોમાં બીજો એક મહત્વનો ફેરફાર વેલિડિટીને લઈને કરાયો છે. TRAI એ કંપનીઓ માટે એવો Voice-SMS-Only પ્લાન લાવવો ફરજિયાત કર્યો છે, જે દર મહિને એક જ તારીખે રિન્યૂ થઈ શકે. ઉદાહરણ તરીકે, જો તમે 15 તારીખે રિચાર્જ કરાવો છો, તો આગામી મહિને પણ 15 તારીખે જ રિન્યૂઅલ થશે. આ વ્યવસ્થાથી 28 દિવસના રિચાર્જ સાયકલથી પરેશાન ગ્રાહકોને મોટી રાહત મળશે.

mobile-simple-2

TRAI એ કેમ લેવો પડ્યો આ નિર્ણય?

અગાઉ December 2024 માં TRAI એ કંપનીઓને ઓછામાં ઓછો એક કૉલિંગ પ્લાન રાખવા કહ્યું હતું, પરંતુ Jio અને Airtel જેવી કંપનીઓએ મુખ્યત્વે 84 દિવસ કે 365 દિવસ જેવા લાંબા ગાળાના જ કૉલિંગ પ્લાન મુક્યા હતા. ટૂંકા ગાળાના (જેમ કે 28 દિવસ) સસ્તા કૉલિંગ પ્લાનનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નહોતો. TRAI ના મતે, આનાથી ઓછી આવક ધરાવતા લોકો, ગ્રામીણ ગ્રાહકો, સિનિયર સિટીઝન્સ અને ફીચર ફોન વાપરનારાઓ પર આર્થિક બોજ વધતો હતો.

Jio 349 Recharge Plan (5)

સૌથી વધુ ફાયદો કોને થશે?

આ નિર્ણયનો સીધો ફાયદો એવા કરોડો યુઝર્સને થશે જેઓ સ્માર્ટફોનના બદલે ફીચર ફોન વાપરે છે, અથવા ઘરમાં માત્ર કૉલિંગ માટે જ સેકન્ડરી સિમકાર્ડ (Secondary SIM) રાખે છે. તે સિવાય જે લોકો ઈન્ટરનેટ માટે ઘરે કે ઓફિસે Wi-Fi નો ઉપયોગ કરે છે, તેમણે પણ હવે મોબાઈલ ડેટાના ખોટા પૈસા ચૂકવવા નહીં પડે.

આ પણ વાંચોઃ બિહારમાં છેડતી તો દિલ્હીમાં 17 વર્ષીય સગીરા સાથે 3 નરાધમોની હેવાનિયત, 1નું એન્કાઉન્ટર

કંપનીઓએ કમાણી ઘટવાની દલીલ કરી હતી, પરંતુ TRAI એ તેને ફગાવી દઈને સ્પષ્ટ કર્યું છે કે ડેટા વાપરતા ગ્રાહકો માટે જૂના પ્લાન ચાલુ જ રહેશે, પરંતુ ડેટા ન વાપરનારાઓ માટે હવે સસ્તા અને વ્યાજબી વિકલ્પો ઉપલબ્ધ કરાવવા જ પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jio TRAI MobileRecharge

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ