ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / iPhone 18 ખરીદનારાઓને લાગી શકે છે મોટો ઝટકો, 2027માં વધી શકે છે કિંમત!
Last Updated: 01:00 PM, 22 September 2026
ADVERTISEMENT
iPhone ખરીદનારાઓ માટે એક નવી ચિંતા સામે આવી રહી છે. જેમાં એપલે તાજેતરમાં જ નવી સીરીઝ લોન્ચ કરી છે પણ હવે આગામી iPhone 18ની કિંમતને લઈને અટકળો ચાલી રહી છે. એક રિપોર્ટ મુજબ 2027માં iPhone 18 સીરીઝની કિંમત ફરી વધી શકે છે. જેનું મુખ્ય કારણ છે સ્માર્ટફોનમાં વપરાતી મેમરી અને સ્ટોરેજ ચિપ્સની વધતી કિંમત છે.
ADVERTISEMENT
સેમસંગે સ્માર્ટફોન કંપનીઓ સાથે DRAM અને NAND મેમરીના નવા ભાવ અંગે વાટાઘાટો કરી છે. એપલ સાથે પણ નવા રેટ પર કરાર થવાની વાત ચાલે છે જે 2027ની પહેલી ત્રિમાસિકથી અમલમાં આવી શકે છે. એક અંદાજ મુજબ LPDDR5X RAMની કિંમત આશરે 1.50 ડોલર પ્રતિ ગીગાબિટથી વધીને લગભગ 2 ડોલર થઈ શકે છે, એટલે કે આશરે 33 ટકાનો વધારો થશે. NANDની કિંમત 0.26 ડોલરથી વધીને આશરે 0.33 ડોલર થવાની સંભાવના છે, જે આશરે 27 ટકાનો વધારો દર્શાવે છે.
બીજા એક અંદાજ મુજબ 256GB iPhone 18 પ્રોની કોમ્પોનેન્ટ કિંમત iPhone 17 પ્રોની સરખામણીએ આશરે 38 ટકા વધુ હોઈ શકે છે. 2027ના પહેલા અર્ધવાર્ષિક સુધીમાં મેમરીની હિસ્સેદારી કુલ કોમ્પોનેન્ટ કોસ્ટમાં 40 ટકાથી વધુ પહોંચી શકે છે.
ADVERTISEMENT
મેમરી સિવાય એપલના ચિપ સપ્લાયર TSMC પણ 2027માં ચિપની કિંમતમાં 5 થી 10 ટકા સુધીનો વધારો કરી શકે છે. જેમાં ઉત્પાદન, કાચા માલ અને નવી ફેક્ટરીઓની વધતી કિંમતને આ માટે જવાબદાર માનવામાં આવે છે.
ADVERTISEMENT
જોકે આ વધેલી કિંમત સીધી ગ્રાહકો પર નાખવામાં આવે તે જરૂરી નથી. એપલ અમુક કિંમત પોતે ઉપાડી શકે છે કે માર્જિન જાળવવા બીજા રસ્તા અપનાવી શકે છે. ભારતમાં હાલ iPhone 18 પ્રોની શરૂઆતી કિંમત 1,64,900 રૂપિયા અને પ્રો મેક્સની 1,79,900 રૂપિયા છે. જો વધુ વધારો થાય તો ભારતીય ગ્રાહકોને વધુ ભારે પડી શકે છે. હજુ સુધી એપલે 2027ના આઈફોનની કિંમત અંગે કોઈ ઓફીશીયલ જાહેરાત કરી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT