ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શાળાના ટિફિનમાં ઘરનું ભોજન ઘટ્યું, CECRના સર્વેમાં પેકેજ્ડ ફૂડ,કેન્ટીન અને રેસ્ટોરાંના ખોરાકનું પ્રમાણ વધ્યું
Last Updated: 02:38 PM, 23 September 2026
ADVERTISEMENT
અમદાવાદના વિદ્યાર્થીઓના આહારમાં ઘરના બનાવેલા ભોજન સાથે પેકેટમાં આવતા નાસ્તા, કેન્ટીનનું ભોજન અને રેસ્ટોરાંના ફૂડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી)ના ‘રાઇટ ટુ ઈટ’ અભિયાન હેઠળ કરવામાં આવેલા સર્વેમાં ૪૦૦ શાળા, ૧૦૨ કોલેજ અને ૫૦ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

સર્વે મુજબ શાળાના ૩૭ ટકા વિદ્યાર્થીઓ ટિફિન કે લંચ બોક્સમાં ઘરનું બનાવેલું ભોજન લઈ જવાનું પસંદ કરે છે, જ્યારે ૩૦ ટકા પેકેટમાં આવતા નાસ્તા અને ખાદ્યપદાર્થો પસંદ કરે છે. ૧૪ ટકા વિદ્યાર્થીઓ પાસ્તા, નૂડલ્સ અથવા પિઝા તરફ વળે છે, જ્યારે ૧૩ ટકા વિદ્યાર્થીઓ રેડી-ટુ-ઈટ એટલે કે ખાવા માટે તૈયાર ખાદ્યપદાર્થો લાવે છે. કોલેજના ૨૦ ટકા વિદ્યાર્થીઓ ઘરનું ભોજન પસંદ કરે છે, જ્યારે ૨૨ ટકા વિદ્યાર્થીઓ વારંવાર કેન્ટીનમાં જમે છે.
ADVERTISEMENT
૨૩ ટકા વિદ્યાર્થીઓ નિયમિત ચા-કોફી લે છે. ઘરેથી ટિફિન લાવનારા વિદ્યાર્થીઓમાંથી માત્ર નવ ટકા નિયમિત ફળ અને શાકભાજી લે છે. હોસ્ટેલના ૩૫ ટકા વિદ્યાર્થીઓ હોટેલ, રેસ્ટોરન્ટ અથવા સ્ટ્રીટ ફૂડ પસંદ કરે છે, જ્યારે ૧૯ ટકા ઘરનું ભોજન પસંદ કરે છે. માત્ર ૧૨ ટકા વિદ્યાર્થીઓ હોસ્ટેલ મેસમાં નિયમિત જમે છે અને ૯ ટકા પેકેજ્ડ અથવા તૈયાર ખોરાક પસંદ કરે છે. માત્ર છ ટકા વિદ્યાર્થીઓ મોસમી ફળો અને શાકભાજી પસંદ કરે છે.
ADVERTISEMENT
ટિફિનમાં ફળ-શાકભાજી અને ડેરી ઉત્પાદનો સાવ ઓછાં
ADVERTISEMENT
ટિફિનમાં રોટલી, ભાત, દાળ અને સેન્ડવિચ અડધાથી વધુ જોવા મળ્યા હતાં. તેની સરખામણીએ ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનો ઓછા જોવા મળ્યા. પ્રોસેસ્ડ નાસ્તા, નૂડલ્સ, ચિપ્સ અને પેકેટવાળા પીણાં પણ વિદ્યાર્થીઓની પસંદગીમાં હોવાનું જાણવા મળ્યું. સીઈઆરસીના સીઈઓ અનિંદિતા મહેતાએ જણાવ્યું કે બાળકોને માત્ર ‘સ્વસ્થ ખોરાક ખાઓ’ કહેવું પૂરતું નથી, વાલીઓ, શાળાઓ, કોલેજો અને હોસ્ટેલોએ સાથે મળીને સ્વસ્થ, સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ વિકલ્પો આપવા જરૂરી છે. સીઈઆરસીએ શાળાઓ અને હોસ્ટેલમાં પોષણ જાગૃતિ કાર્યક્રમો, સ્વસ્થ ખાદ્ય વિકલ્પો અને સંતુલિત ભોજન માટે વ્યવહારુ માર્ગદર્શન આપવાની ભલામણ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT