ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, ઓડિશા-આંધ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, તેલંગાણામાં અતિભારે વરસાદનું એલર્ટ

photo-story

8 ફોટો ગેલેરી

હવામાન એલર્ટ / બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, ઓડિશા-આંધ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, તેલંગાણામાં અતિભારે વરસાદનું એલર્ટ

Last Updated: 08:35 AM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બંગાળની ખાડી પર સર્જાયેલું લો-પ્રેશર હવે 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ ગયું છે અને 23 સપ્ટેમ્બરની રાત્રે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના કિનારાને પાર કરે તેવી શક્યતા છે. ભારે વરસાદને પગલે ઓડિશામાં ODRAFની ટીમો તૈનાત કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને પુરીમાં દરિયામાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

1/8

photoStories-logo

1. આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ હવામાનની અસર મધ્ય અને પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહારના તરાઈ વિસ્તાર અને પશ્ચિમ બંગાળના દોઆબ વિસ્તારમાં પણ જોવા મળશે. દાર્જિલિંગ અને તિસ્તાની ટેકરીઓમાં અચાનક ભૂસ્ખલન અને પૂર આવવાનું જોખમ રહેલું છે, અને હવામાન વિભાગે સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ભારતની સાથે નેપાળ અને તિબેટ પણ પ્રભાવિત થઈ શકે છે. દરમિયાન, બંગાળની ખાડીમાં રચાયેલું ડિપ્રેશન હવે 'ડીપ ડિપ્રેશન' માં ફેરવાઈ ગયું છે અને તેની અસર ઓડિશાથી લઈને આંધ્રપ્રદેશ અને તેલંગાણા સુધીના વિસ્તારોમાં જોવા મળી રહી છે.મંગળવારે ઓડિશાના દરિયાકાંઠાના અને દક્ષિણના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. હવામાનની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઓડિશા સરકારે કર્મચારીઓની રજાઓ રદ કરી છે અને અનેક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત, તેલંગાણાના કેટલાક જિલ્લાઓ માટે 23 અને 24 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. કેવુ રહેશે ગુજરાતનું વાતાવરણ ?

હવામાન શાસ્ત્રી અનુસાર, 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ત્યારબાદ 23 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા હોવાથી ગરમી અને બફારાનો અનુભવ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. 25થી વિજળી સાથે ભારે વરસાદ

IMDના તાજેતરના બુલેટિન અનુસાર, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવી અને ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં 26 થી 28 સપ્ટેમ્બર દરમિયાન વ્યાપક વરસાદની અપેક્ષા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. છત્તીસગઢમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે જણાવ્યું છે કે 28 સપ્ટેમ્બર સુધી છત્તીસગઢ, વિદર્ભ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. છત્તીસગઢ ખાસ કરીને 23 અને 24 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદની શક્યતાને કારણે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. 23 સપ્ટેમ્બરની રાત સુધી ત્રાટકી શકે છે સિસ્ટમ

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મંગળવારે આ સિસ્ટમ કલિંગાપટનમથી લગભગ 140 કિમી પૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 150 કિમી પૂર્વમાં, પુરીથી 210 કિમી પૂર્વમાં અને વિશાખાપટ્ટનમથી આશરે 220 કિમી પૂર્વમાં સ્થિત હતી. બુધવાર રાત સુધીમાં તેના 'ડીપ ડિપ્રેશન' તરીકે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના કિનારાને પાર કરવાની પ્રબળ શક્યતા છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું હતું કે 'ડીપ ડિપ્રેશન' એ એવી હવામાન પ્રણાલી છે જે ઓછા દબાણવાળા વિસ્તાર કરતાં વધુ શક્તિશાળી હોય છે, પરંતુ ચક્રવાતી તોફાન કરતાં ઓછી તીવ્રતા ધરાવે છે. તે 23 સપ્ટેમ્બરની રાત્રે આશરે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. અનેક જીલ્લામાં સ્કૂલ-કોલેજ બંધ

ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, નાબરંગપુર, મલકાનગિરી, પુરી, જગતસિંહપુર, ગંજામ, ગજપતિ, કોરાપુટ અને ખુર્દા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓને 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, અનેક જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે અને તેમને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. રસ્તા અને ફેરી સેવા પર પણ અસર

સરકારે અમુક રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ગંજામ અને કંધમાલને જોડતા કલિંગા ઘાટનો સમાવેશ થાય છે. ખરાબ હવામાનને કારણે, ચિલકા સરોવર પર સાતાપાડા અને જાહનીકુડા વચ્ચેની ફેરી સેવાઓ ૨૫ સપ્ટેમ્બર સુધી, એટલે કે ચાર દિવસ માટે બંધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સાત જિલ્લાઓમાં બચાવ ટુકડીઓ તૈનાત

ગંજામ, ગજપતિ, કોરાપુટ, મલકાનગિરી, રાયગડા, કાલાહાંડી અને બોલાંગીર જિલ્લાઓમાં બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. પહાડી વિસ્તારો અને ભૂસ્ખલનનું જોખમ ધરાવતા વિસ્તારોમાં રસ્તાઓ સાફ કરવા માટે અગાઉથી જ અર્થ-મૂવિંગ મશીનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ મશીનોનો ઉપયોગ બોન્ડાઘાટી, બાયાપાડા અને બડા દુરાલ જેવા વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy rain alert Odisha to Andhra Telangana Deep depression
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ