ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:54 PM, 22 September 2026
ADVERTISEMENT
આ અઠવાડિયું હોલિવુડ ફિલ્મ લવર માટે ખાસ રહેવાનું છે. થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ પર એકસાથે અમુક જોરદાર ફિલ્મો આવી રહી છે. રોમેન્ટિક કોમેડીથી લઈને એક્શન અને સર્વાઇવલ થ્રિલર સુધીનું મેનૂ તૈયાર છે. જે લોકો નવી હોલિવુડ મૂવીઝ જોવાનું પ્લાન કરી રહ્યા છે તેમના માટે આ લીસ્ટ ઉપયોગી સાબિત થશે. ચાલો તેના વિષે જાણીએ.
ADVERTISEMENT
જેમાં પહેલી ફિલ્મ છે એવેન્જર્સ: એન્ડગેમ એન્કોર. માર્વલ ફેન્સ માટે આ ખાસ તક છે. રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ ઇવાન્સ, માર્ક રફાલો, ક્રિસ હેમ્સવર્થ, સ્કાર્લેટ જોહાનસન અને બીજા મોટા સ્ટાર્સ ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળશે. એન્થની અને જો રુસોના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ એન્ડગેમના અમુક યાદગાર પળોને ફરીથી જીવંત કરશે. તે 25 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.
બીજી છે હાર્ટ ઑફ ધ બીસ્ટ. બ્રેડ પિટ અહીં નિવૃત્ત અધિકારી જેમ્સની રોલમાં છે જે પોતાના વફાદાર કૂતરા સાથે વિમાન અકસ્માત બાદ અલાસ્કાના વિરાન અને કઠિન વિસ્તારમાં ફસાઈ જાય છે. આ સર્વાઇવલ થ્રિલરમાં જે.કે. સિમન્સ અને બીજા એક્ટર્સ પણ છે. ડેવિડ અયરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ પણ 25 સપ્ટેમ્બરે થિયેટરમાં આવશે.
ADVERTISEMENT
ઓટીટી પર પહેલી ફિલ્મ છે બ્રધર્સ. મેથ્યુ મેકકોનહે અને વુડી હેરેલ્સનની આ કોમેડીમાં વુડીની દીકરીના લગ્ન તૂટ્યા બાદ તે પરિવાર સાથે મેથ્યુના ટેક્સાસ રેન્ચ પર પહોંચે છે. જેસન વાઇનર અને ટ્રેન્ટ ઓ’ડોનેલના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 23 સપ્ટેમ્બરે એપલ ટીવી પર ઉપલબ્ધ થશે.
ત્યારબાદ ધ લવ હાયપોથેસિસ આવશે. લિલી રેઇનહાર્ટ અને ટોમ બેટમેનની આ રોમેન્ટિક કોમેડીમાં પીએચડી વિદ્યાર્થિની ઓલિવ સ્મિથ વાર્તાના કેન્દ્રમાં છે. જે પ્રેમને બદલે અભ્યાસ અને સાયન્સ પર ફોકસ કરવા માંગે છે. ક્લેર સ્કેનલોનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 23 સપ્ટેમ્બરે પ્રાઇમ વિડિયો પર આવશે.
ADVERTISEMENT
જેમાં છેલ્લી છે અ ડિફરન્ટ વર્લ્ડ. ડ્રામા અને કોમેડીનું મિક્સ ધરાવતી આ ફિલ્મમાં માલિયા જોય મૂન સહિત એક્ટર્સ છે. જેની સ્ટોરી ડેબોરા વેનની છે જે પોતાના માતા-પિતાની પ્રસિદ્ધિથી અલગ પોતાની ઓળખ બનાવવા કોલેજ જાય છે. આ ફિલ્મ 24 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો