ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના સમીમાં જનેતાએ કર્યો હતો 7 મહિનાની માસૂમ દીકરીનો સોદો, જીનમાંથી મળેલી બાળકીનો ભેદ ખુલ્યો
Last Updated: 04:07 PM, 23 September 2026
ADVERTISEMENT
પાટણના સમી ખાતે બંધ જીનિંગ મિલમાંથી ત્યજી દેવાયેલી 7 મહિનાની માસૂમ બાળકીના ચકચારી કેસમાં LCB પોલીસને મોટી સફળતા મળી છે માનવતાને શરમાવતી આ ઘટનામાં ખુદ વ્હાલના દરિયાની જનેતા જ જલ્લાદ બની માસુમનો સોદો કર્યો હોવાનો પર્દાફાશ થયો છે બાળકીને ત્યજી દેનાર દંપતીની પૂછપરછ બાદ પાટણ LCBએ બાળકીને માત્ર રૂપિયા દસ હજારમાં વેચી દેનાર કળિયુગી સગી માતા મુસ્કાનને મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી દબોચી લીધી છે.
ADVERTISEMENT
12 સપ્ટેમ્બરે બાળકી બંધ જીનમાંથી મળી હતી
સમી તાલુકાના કઠિવાડા ગામની સિમમાં આવેલ બંદ જીનિંગમાં ગત 12 સપ્ટેમ્બરના રોજ સમી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ કઠીવાડા ગામે બંધ પડેલી જીનિંગ મિલમાંથી આશરે સાત માસની અવાવરુ હાલતમાં મળી આવેલી બાળકીના કેસમાં પાટણ LCBએ મોટો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે તપાસ દરમિયાન સૌપ્રથમ બાળકીને ત્યજી જનાર પ્રેમી પખીડા દંપતીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન કરાયેલી સઘન પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ યુગલે માસૂમ બાળકીને અમદાવાદના જુહાપુરા વિસ્તારની મુસ્કાન સિકંદર કુરેશી પાસેથી માત્ર રૂપિયા દસ હજાર આપી ખરીદી હતી.
ADVERTISEMENT
માતા મુસ્કાનની ધરપકડ
તપાસમાં વધુ એક હૃદયદ્રાવક હકીકત સામે આવી કે બાળકીનો સોદો કરનાર મુસ્કાન પોતે જ આ બાળકીની સગી જનેતા છે બાતમીના આધારે પાટણ એલસીબીની ટીમે મહારાષ્ટ્રના ભિવંડી ખાતે ત્રણ દિવસ સંઘન વોચ રાખી બાતમી મેળવી દરોડો પાડી કળિયુગી માતા મુસ્કાનને ઝડપી પાડી છે મુસ્કાન જ ખરેખર સાચી માતા છે કે કેમ તેની વૈજ્ઞાનિક પુષ્ટિ મેળવવા માટે પોલીસે DNA ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે પોલીસ તપાસમાં આર્થિક સંકળામણના નામે બાળકીને વેચી દેવાના આ કિસ્સા પાછળ બાળક વેચાણનું કોઈ મોટું કૌભાંડ ચાલે છે કે કેમ તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : રાપરમાં લંપટ આચાર્યે ધોરણ-8ની વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરી, સ્કૂલમાંથી છુટો કરાયો
માતાપિતાએ બાળકીને વેચી દીધી હતી
ADVERTISEMENT
પાટણના સમી ખાતેથી બિનવારસી હાલતમાં મળી આવેલી બાળકીના કેસમાં મોટો ઘટસ્ફોટ ગત 12 સપ્ટેમ્બરના રોજ સમી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ કઠીવાડા ગામે બંધ જીનિંગ મિલમાંથી આશરે 6 થી 7 મહિનાની એક માસૂમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી પોલીસને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકીને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને બાળકીને બાળ ગૃહ ખાતે મોકલી પોલીસે અલગ-અલગ સીસીટીવી કેમેરા અને ટેકનિકલ તપાસ હાથ ધરીને બાળકીને ત્વજી જનાર મૂળ બનાસકાંઠા ના રહેવાસી પ્રેમી પખીડા બે જણ જેમા પરેશ ઠાકોર અને રેખા વાલ્મિકીની ધરપકડ કરી હતી કોર્ટ મા હાજર કર્યા હતા જયા કોર્ટ દ્વારા બંનેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા રિમાન્ડ દરમિયાન કરાયેલી ઊંડાણપૂર્વકની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી આ આરોપીઓએ બાળકીને અમદાવાદ ખાતે રહેતા સિકંદર અને મુસ્કાન નામના દંપતી પાસેથી લાવ્યા હતા જેમા આ બંને દપત્તિ ને આર્થિક સંકડામણને કારણે મુસ્કાન અને સિકંદરે પોતાની આ બાળકીને રૂપિયા ખાતર અન્ય દંપતીને વેચી દીધી હોવાનો પર્દાફાશ થયો છે મુસ્કાન અને સિકદર ને ચાર સન્તાન હતા જેમાંથી એક બાળકી નો માત્ર થોડા જ રૂપિયામાં સોદો કર્યો હતો માસુમ નો સોદો કર્યા બાદ મુસ્કાન મહારાષ્ટ્ર ભાગી ગઈ હતી બાતમીના આધારે પાટણ એલસીબીની ટીમે મહારાષ્ટ્રના ભિવંડી ખાતે વોચ ગોઠવી દરોડો પાડી મૂળ માલેગાંવની રહેવાસી મુસ્કાનને ઝડપી પાડી છે બાળકીના અસલી માતા-પિતાની ઓળખ નિશ્ચિત કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા તેમજ જનેતા મુસ્કાન ને કોર્ટ મા હાજર કરી રિમાન્ડ મેળવાની તેજવીજ હાથ ઘરી છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મુસ્કાનનો પતિ અને આરોપી સિકંદરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.