ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઈન્દિરા બ્રિજ સર્કલથી સરદાર પટેલ એરપોર્ટ સુધી બનશે એલિવેટેડ કોરિડોર, એરપોર્ટ જતાં વાહનોને મળશે અલગ હાઈસ્પીડ માર્ગ
Last Updated: 02:28 PM, 23 September 2026
ADVERTISEMENT
મુંબઈ અને દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જેમ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (એસવીપીઆઈ) એરપોર્ટને પણ હવે અલગ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો આપવાની યોજના છે. આ માટે ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટના ફ્લેગ સર્કલ સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ કોરિડોરના કારણે ઉમેદ સર્કલ પાસેના શહેરના ટ્રાફિકને બાયપાસ કરીને સીધા એરપોર્ટ પરિસરમાં પ્રવેશી શકાશે.
ADVERTISEMENT
પ્રસ્તાવિત કોરિડોરના કારણે એરપોર્ટ તરફ જતાં વાહનોને વ્યસ્ત એરપોર્ટ રોડના સામાન્ય ટ્રાફિકથી અલગ કરી શકાશે. એરપોર્ટ સંચાલકે આ માટે રોડ નેટવર્કની વિગતવાર યોજના તૈયાર કરી છે. આ યોજના અંગે નાગરિક તંત્રના અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠકો પણ થઈ ચૂકી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ત્રણ તબક્કામાં તૈયાર થશે કોરિડોર
ADVERTISEMENT
પ્રસ્તાવિત કોરિડોરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે, તેમાંથી એક ભાગ એરપોર્ટની હદમાં રહેશે, જ્યારે બીજો ભાગ ફ્લેગ સર્કલથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીનો રહેશે. ત્રીજા ભાગને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભાગમાં સાબરમતી નદી પર બે બ્રિજ તેમજ ગાંધીનગર તરફના ઈન્દિરા સર્કલ સુધી પહોંચતા રેમ્પ બનાવવાની યોજના છે.
એક જ રોડ પર એરપોર્ટ અને શહેરનો ટ્રાફિક
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટ સર્કલથી આગળનો એપ્રોચ રોડ ભારે ટ્રાફિક ધરાવે છે. આ રોડ પર માત્ર ગાંધીનગર અને હાંસોલ તરફથી શાહીબાગ તરફ જતાં-આવતાં વાહનોનો જ ટ્રાફિક નથી, પરંતુ તેની સાથે એરપોર્ટ તરફ જતા મુસાફરોનો ટ્રાફિક પણ ઉમેરાય છે. હાલની વ્યવસ્થામાં એરપોર્ટ તરફનો અને શહેરમાંથી પસાર થતો ટ્રાફિક એક જ રોડ પર ભેગો થાય છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ વધે છે.
રોજના ઓછામાં ઓછાં ૧૪ હજાર વાહનોની અવરજવર
ADVERTISEMENT
એક અંદાજ મુજબ એસવીપીઆઈ એરપોર્ટ પરિસરમાં દરરોજ ઓછામાં ઓછાં ૧૪,૦૦૦ કાર જેવાં વાહનોની અવરજવર થાય છે. નવા કોરિડોરની યોજના માટે હાલ સંરક્ષણ મંત્રાલયના કબજામાં રહેલી જમીનનો પણ ઉપયોગ સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ ‘ઘટના માત્ર અકસ્માત છે’, ગુજ્જુ લવ ગુરુ સાથેની ટક્કરમાં ઈજાગ્રસ્ત યુવકે કહી હકીકત
ADVERTISEMENT
એક વર્ષ પહેલાં પણ એલિવેટેડ કોરિડોરની ચર્ચા થઈ હતી
વર્ષ ૨૦૨૫માં એરપોર્ટની આસપાસના ટ્રાફિક અને ભીડની સમસ્યા દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એરપોર્ટ સત્તાવાળાઓએ સંભવિત એલિવેટેડ કોરિડોર તથા વૈકલ્પિક એપ્રોચ રોડની શક્યતાઓ તપાસી હતી. હવે આ દિશામાં વધુ વિગતવાર રોડ નેટવર્કની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. નવી યોજનામાં એરપોર્ટના કાર્ગો લોજિસ્ટિક્સ સેન્ટર માટેની વ્યવસ્થા તેમજ ઈન્દિરા સર્કલ તરફનાં જોડાણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે આ સમગ્ર માર્ગ વ્યવસ્થા માત્ર મુસાફરોના ટ્રાફિકને અલગ કરવા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ એરપોર્ટના ભાવિ કાર્ગો અને પરિવહન માળખાને પણ ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT