ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં લીંબુ-ડુંગળીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મોંઘવારી / અમદાવાદમાં લીંબુ-ડુંગળીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Published By: Vishal Khamar

Last Updated: 02:50 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. લીંબુના જથ્થાબંધ ભાવ ₹1,500થી વધીને ₹4,000 અને છૂટક ભાવ ₹300 કિલો પહોંચ્યા, જ્યારે ડુંગળી ₹80 કિલો થઈ.

ADVERTISEMENT

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને લીંબુના -ભાવમાં અચાનક ઉછાળો આવતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એપીએમસી માર્કેટમાં એક મહિના દરમિયાન લીંબુના -માવ રૂ.૧૫૦૦થી વધીને સીધા રૂ.4000 સુધી પહોંચી ગયા છે.

તેની અસર છૂટક બજારમાં પણ જોવા મળી રહી છે અને લીંબુનો ભાવ હાલમાં રૂ.30 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે.એક તરફ લીંબુ મોંઘાં થતાં રસોડાના રોજિંદા વપરાશનો ખર્ચ વધ્યો છે, તો બીજી તરફ ડુંગળીના ભાવ પણ ઊંચા જતાં ગૃહિણીઓ માટે મુશ્કેલી વધી છે. છૂટક બજારમાં ડુંગળીનો ભાવ રૂ.80 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. એટલે કે લીંબુ અને ડુંગળી બંનેના ભાવમાં તેજીથી સામાન્ય પરિવારોના માસિક શાકભાજીના બજેટ પર સીધી અસર પડી રહી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ એક મહિના પહેલાં લીંબુનો ભાવ રૂ.1500 આસપાસ હતો, જે હવે વધીને રૂ.4000 સુધી પહોંચી ગયો છે. જથ્થાબંધ બજારમાં ભાવ વધતાં છૂટક બજારમાં પણ તેની અસર તરત જોવા મળી રહી છે. રૂ.300 કિલોના ભાવે લીંબુ ખરીદવાં પડતાં ગ્રાહકો હવે જરૂર પૂરતાં જ લીંબુ લેવાનું પસંદ કરી રહ્યા છે. લીંબુ બાદ ડુંગળીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય પરિવારોની મુશ્કેલી વધી છે. રૂ.૮૦ કિલોના ભાવે ડુંગળી મળતી હોવાથી રોજિંદા શાક, દાળ-ભાત અને અન્ય વાનગીઓમાં વપરાતી આ સામાન્ય વસ્તુ પણ હવે બજેટને અસર કરી રહી છે.

આ પણ વાંચોઃ મણિનગરમાં નકલી PSI બની હોટલમાં રહેતો કિરીટ ઝડપાયો, બે બનાવટી પોલીસ આઈકાર્ડ અને ડેપ્યુટી મામલતદારનું કાર્ડ મળ્યું

છૂટક બજારમાં લીંબુ રૂ.300 કિલો સુધી પહોંચતાં ગ્રાહકોમાં ખરીદીની રીત બદલાઈ રહી છે. અગાઉ ઘરમાં એક સાથે લીંબુનો જથ્થો ખરીદવામાં આવતો હતો, પરંતુ હવે અનેક ગ્રાહકો જરૂરિયાત પૂરતાં જ લીંબુ લેવાનું પસંદ કરી રહ્યા છે. ગ્રાહકો હવે કિલોના બદલે જરૂરિયાત પ્રમાણે ઓછી માત્રામાં ખરીદી કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

onion price Ahmedabad Ahmedabad vegetable prices lemon price Ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ