ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં પોલીસ વાહનો સામે સ્પેશિયલ ડ્રાઈવ, બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટની તપાસ
Last Updated: 02:40 PM, 21 September 2026
ADVERTISEMENT
પોલીસની કાર હવે પોલીસથી જ નહીં બચી શકે. આજથી રાજ્યમાં પોલીસકર્મીનાં વાહનની જ ખાસ ચકાસણી શરૂ થઇ ગઈ છે. કાર પર પોલીસ લખેલું હોય, કાચ પર બ્લેક ફિલ્મ હોય કે નંબર પ્લેટ જ ગાયબ હોય તો સીધી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે પોલીસ વિભાગ સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મેમો આપી રહ્યો હતો એ જ વિભાગ હવે ટ્રાફિકના નિયમોના પાલનના દાયરામાં આવી ગયો છે.
ADVERTISEMENT
પોલીસકર્મી અને અધિકારીનાં વાહન સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ
આજથી રાજ્યમાં પોલીસકર્મી અને અધિકારીનાં વાહન સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થઈ છે. પાંચમી ઓક્ટોબર સુધી ચાલનારી આ કાર્યવાહી દરમિયાન 'પોલીસ'ના લોગો કે લખાણવાળી કાર,કાળા કાચ/બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરનાં વાહનો સામે ખાસ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ સાથે સંકળાયેલું વાહન હોવાના કારણે ટ્રાફિકના નિયમોમાં કોઈ છૂટ નહીં મળે.
ADVERTISEMENT
પીઆઈને જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર સાથે ઝડપાયા
ગાંધીનગરમાં તાજેતરમાં લો એન્ડ ઓર્ડર આઇજીપીએ પાટનગરમાં ફરજ બજાવતા એક પીઆઈને જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ અધિકારીના વાહનમાં જ નિયમભંગ સામે આવતાં આ ઘટનાના પગલે હવે રાજ્યભરમાં પોલીસના વાહનોની નિયમિત ચકાસણીને લઈને સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
નંબર પ્લેટ વગરની કાર પણ સીધી રડાર પર
નંબર પ્લેટ ન હોય અથવા નિયમ મુજબની નંબર પ્લેટ ન લગાવેલી હોય તો આવાં વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન પોલીસ વિભાગના કર્મચારીઓનાં વાહનો પણ સામાન્ય વાહનની જેમ જ નિયમોના દાયરામાં રહેશે.
ADVERTISEMENT
પોલીસ લખવાથી કાયદો બદલાશે નહીં
ADVERTISEMENT
ડ્રાઈવ દરમિયાન પોલીસકર્મીઓના ખાનગી વાહનોમાં પણ નિયમભંગ શોધવામાં આવશે. કાર પર પોલીસનું નામ, લોગો કે અન્ય ઓળખ દર્શાવતી નિશાની લગાવીને ટ્રાફિકના નિયમોમાંથી છૂટ મેળવી શકાશે નહીં. કાચ પર નિયમ વિરુદ્ધ ફિલ્મ હોય તો પણ કાર્યવાહી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો