ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બાળક પોતાનું ન હોવાનો ભાંડો ફૂટ્યા બાદ પરિણીતાએ કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ નોંધાવી, 5 વર્ષ પહેલા દુષ્કર્મ
Last Updated: 03:02 PM, 21 September 2026
ADVERTISEMENT
મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ 5 વર્ષ પહેલાં આચરેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાતા બનાવ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એવી વિગત પણ સામે આવી છે કે બોર્નમેરો ટેસ્ટમાં બાળક પોતાનું ન હોવાનો પતિ સમક્ષ ભાંડો ફૂટ્યા બાદ પરિણીતાએ કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
મહિલા કોર્પોરેટરના પતિ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ
મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે વોર્ડ નં. 8ના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષ લક્ષ્મણભાઈ માકાસણા સામે ફરિયાદ પીડિત પરિણીત મહિલાએ આશરે 5 વર્ષ પહેલાં રૂપિયા 1 લાખ ઉછીના લીધા હતા પૈસા પરત માંગવાના બહાને આરોપીએ મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યાનો ફરિયાદમાં આક્ષેપ મહિલાને ગર્ભ રહી જતા એક બાળકને જન્મ આપ્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ બાળક હાલમાં આશરે 4 વર્ષનું હોવાની માહિતી સામે આવી ગર્ભ રહ્યા બાદ બાળકની જવાબદારી નિભાવવાની આરોપીએ ખાતરી આપી હોવાનો આક્ષેપ સમય જતાં આરોપીએ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો આરોપી શૈલેષ માકાસણાની હજુ સુધી ધરપકડ નહીં ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી અગાઉ પણ શૈલેષ માકાસણાના સજ્જનપર ઘુનડા સ્થિત વિલામાં જુગારધામ ઝડપાયું હતું, 9 શખ્સો પાસેથી રૂ. 44.76 લાખનો મુદ્દામાલ મળ્યો હતો.
ADVERTISEMENT
મહિલા-આરોપી વચ્ચે ધંધા સંદર્ભે પરિચય
ADVERTISEMENT
ભોગ બનનાર મહિલા અને આરોપી શૈલેષ માકાસણા વચ્ચે બુટિકના ધંધા સંદર્ભે પરિચય થયો હતો. મહિલાએ પોતાના પતિની બીમારીની સારવાર અર્થે આરોપી પાસેથી 1,00,000 રૂપિયા લીધા હતા. આરોપી આ નાણાંની વારંવાર ઉઘરાણી કરતો હતો. વર્ષ 2020માં (આશરે 5 વર્ષ પહેલાં) આરોપીએ પૈસાની લેતી-દેતીના બહાને મહિલાને પોતાના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના પતિની બીમારી દરમિયાન બાળકના બોનમેરો ચેક કરાવવા અંગેની તબીબી તપાસ વેળાએ આ હકીકત સામે આવી હતી. ત્યારબાદ પતિએ હિંમત આપતાં મહિલાએ આગળ આવીને ગત 9 તારીખના રોજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાને સંતાન હોવાની બાબત સામે આવતાં આ કેસમાં ડીએનએ (DNA) ટેસ્ટ કરાવી સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે એ ડિવિઝન પીએસઆઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો