ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : જૂનાગઢના કેશોદમાં બે પ્રેમીઓ વચ્ચે મારામારી, પરિણીત પ્રેમિકાને અન્ય સાથે સંબંધ હોવાની શંકા કરતો હતો પ્રેમી

ક્રાઈમ / VIDEO : જૂનાગઢના કેશોદમાં બે પ્રેમીઓ વચ્ચે મારામારી, પરિણીત પ્રેમિકાને અન્ય સાથે સંબંધ હોવાની શંકા કરતો હતો પ્રેમી

Published By: Hiralal Parmar
Reported By: Jay Virani

Last Updated: 03:13 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના કેશોદમાં બે પ્રેમીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. પ્રેમીને શંકા હતી કે તેની પરિણીત પ્રેમિકાને અન્ય સાથે સંબંધ છે.

ADVERTISEMENT

જૂનાગઢના કેશોદના કૃષ્ણનગર વિસ્તારમાં બે પ્રેમીઓ વચ્ચે મારામારી થઈ છે જેમાં બન્નેએ લાકડી અને ધોકા લઈને એકબીજા પર તૂટી પડ્યાં હતા. બંને પ્રેમીઓની મારામારીના CCTV આવ્યા સામે છે. પ્રેમી સહિત યુવાન ઈજાગ્રસ્ત થતા અન્ય પ્રેમી ફરાર થયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મહિલા કોર્પોરેટરના પતિ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ

મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે વોર્ડ નં. 8ના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષ લક્ષ્મણભાઈ માકાસણા સામે ફરિયાદ પીડિત પરિણીત મહિલાએ આશરે 5 વર્ષ પહેલાં રૂપિયા 1 લાખ ઉછીના લીધા હતા પૈસા પરત માંગવાના બહાને આરોપીએ મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યાનો ફરિયાદમાં આક્ષેપ મહિલાને ગર્ભ રહી જતા એક બાળકને જન્મ આપ્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ બાળક હાલમાં આશરે 4 વર્ષનું હોવાની માહિતી સામે આવી ગર્ભ રહ્યા બાદ બાળકની જવાબદારી નિભાવવાની આરોપીએ ખાતરી આપી હોવાનો આક્ષેપ સમય જતાં આરોપીએ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો આરોપી શૈલેષ માકાસણાની હજુ સુધી ધરપકડ નહીં ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી અગાઉ પણ શૈલેષ માકાસણાના સજ્જનપર ઘુનડા સ્થિત વિલામાં જુગારધામ ઝડપાયું હતું, 9 શખ્સો પાસેથી રૂ. 44.76 લાખનો મુદ્દામાલ મળ્યો હતો.

ગર્ભવતી કરાવી અને બાળકના જન્મ બાદ ફરી ગયો

ભોગ બનનાર મહિલા અને આરોપી શૈલેષ માકાસણા વચ્ચે બુટિકના ધંધા સંદર્ભે પરિચય થયો હતો. મહિલાએ પોતાના પતિની બીમારીની સારવાર અર્થે આરોપી પાસેથી 1,00,000 રૂપિયા લીધા હતા. આરોપી આ નાણાંની વારંવાર ઉઘરાણી કરતો હતો. વર્ષ 2020માં (આશરે 5 વર્ષ પહેલાં) આરોપીએ પૈસાની લેતી-દેતીના બહાને મહિલાને પોતાના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના પતિની બીમારી દરમિયાન બાળકના બોનમેરો ચેક કરાવવા અંગેની તબીબી તપાસ વેળાએ આ હકીકત સામે આવી હતી. ત્યારબાદ પતિએ હિંમત આપતાં મહિલાએ આગળ આવીને ગત 9 તારીખના રોજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાને સંતાન હોવાની બાબત સામે આવતાં આ કેસમાં ડીએનએ (DNA) ટેસ્ટ કરાવી સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે એ ડિવિઝન પીએસઆઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Update Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ