ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજી જતા માઈભક્તોની સેવા માટે ભવ્ય કેમ્પ, લગ્નના મંડપ જેવો વિશાળ ડોમ

ગુજરાત / અંબાજી જતા માઈભક્તોની સેવા માટે ભવ્ય કેમ્પ, લગ્નના મંડપ જેવો વિશાળ ડોમ

Published By: Nidhi Panchal

Last Updated: 04:16 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતાં લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા માં અંબાના ધામ તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રીઓની સેવામાં રસ્તામાં અનેક સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, જેમાં પાલનપુર-અંબાજી હાઈવે પરનો પી.એન. માળી ફાઉન્ડેશનનો વીવીઆઈપી સેવા કેમ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ADVERTISEMENT

વિશ્વ વિખ્યાતમાં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ છે. મહામેળાને લઈને ગુજરાત સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે. ભક્તોના મુખે ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ ગુંજી રહ્યા છે. પગપાળા અંબાજી પહોંચતા માઈભક્તોને રસ્તામાં કોઈ અગવડતા ન પડે અને તેમને જરૂરી તમામ પ્રકારની સેવા મળી રહે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા રસ્તામાં સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

Bhojan-ambaji

પાલનપુર-અંબાજી હાઈવે ઉપર વડગામના ધોરી ખાતે ડીસાના પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા વીવીઆઈપી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પની ખાસિયત એ છે કે અહીં લગ્ન પ્રસંગ માટે તૈયાર કરવામાં આવતા વિશાળ મંડપ જેવો ભવ્ય મંડપ બનાવવામાં આવ્યો છે. બહારથી જોતા આ સેવા કેમ્પ કોઈ કેમ્પ નહીં પરંતુ મહેલ જેવો દેખાય છે. ભક્તોની સુવિધા માટે અહીં અલગ અલગ ત્રણ ડોમ પણ બનાવવામાં આવ્યા છે.

ચા-પાણી અને આરામની સુવિધા પણ રાખવામાં આવી

કેમ્પમાં સેવા લેવા આવતા પદયાત્રીઓ માટે જમવાની સાથે ચા-પાણી અને આરામની સુવિધા પણ રાખવામાં આવી છે. ભક્તો લાંબી પદયાત્રા કરીને થાકીને આવે ત્યારે તેમને આરામ મળી રહે તે માટે ખાસ આરામ કક્ષની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ, એક જ સ્થળે ભોજન, પાણી, ચા, આરામ અને તબીબી સેવા જેવી અનેક સુવિધાઓ મળતી હોવાથી પદયાત્રીઓ માટે આ કેમ્પ રાહતરૂપ બની રહ્યો છે.

છેલ્લા 4 વર્ષથી માઈભક્તોની વીવીઆઈપી સેવા

પી.એન. માળી ફાઉન્ડેશન છેલ્લા 4 વર્ષથી માઈભક્તોની વીવીઆઈપી સેવા કરી રહ્યું છે. ફાઉન્ડેશનના પી.એન. માળીએ જણાવ્યું હતું કે લાખો ભક્તો પગપાળા માં અંબાના ધામ અંબાજી જઈ રહ્યા છે. પગપાળા જતા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અહીં ભક્તોને શુદ્ધ ભોજન, આરામ માટે આરામ કક્ષ, મેડિકલ સેવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. માના આશીર્વાદથી હજારો ભક્તોની સેવા કરવાનો લાભ મળે છે તે અમારા માટે સૌભાગ્યની વાત છે.

ambaji-padddd

200 યુવાનો સાથેનો એક સંઘ અંબાજી પહોંચ્યો

દરમિયાન દાહોદથી પણ 200 યુવાનો સાથેનો એક સંઘ અંબાજી પહોંચ્યો છે. આ સંઘની પગપાળા યાત્રામાં મંદિરની પ્રતિકૃતિ સમાન રથ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અંબાજી મંદિરના શિખર અને કળશની પ્રતિકૃતિ સાથે આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. રથ બનાવતી વખતે અંબાજી મંદિરના આકાર અને તેના રંગોની ખાસ કાળજી રાખવામાં આવી છે. દાહોદથી અંબાજી તરફના માર્ગો પર આ રથ અન્ય માઈભક્તો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રસ્તામાં જતા અન્ય ભક્તો પણ આ રથના દર્શન કરી રહ્યા છે.

મોટી સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી તરફ આગળ વધી રહ્યા

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રીઓને સેવા આપવા માટે રસ્તામાં અનેક સ્થળોએ વિશેષ કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભક્તોને રસ્તામાં તકલીફ ન પડે અને તેમને તાજગી મળે તે માટે પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. પુણાથી ખાસ 25 ટન શેરડી લાવીને ભક્તોને શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : VIDEO : જૂનાગઢના કેશોદમાં બે પ્રેમીઓ વચ્ચે મારામારી, પરિણીત પ્રેમિકાને અન્ય સાથે સંબંધ હોવાની શંકા કરતો હતો પ્રેમી

લાખો માઈભક્તો અંબાજી માતાજીના દર્શન માટે પગપાળા જઈ રહ્યા છે ત્યારે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ ભક્તોની સેવા માટે આગળ આવી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ સેવા કેમ્પો ભક્તોમાં પણ ઉત્સાહ વધારી રહ્યા છે. લાંબી પદયાત્રા છતાં ભક્તો માની કૃપાથી ઉત્સાહ સાથે અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યા છે અને રસ્તામાં આવેલા વિવિધ સેવા કેમ્પોમાં મળતી સેવાઓનો લાભ લઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Mahamela Pilgrims Service Camp Ambaji Padayatra

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ