ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખાડા, ખુલ્લા મેનહોલ અને અધૂરા કામનો કહેર, 17 મહિનામાં બિસ્માર રસ્તાઓએ લીધા 9 લોકોના જીવ, 2025-26માં ગંભીર સ્થિતિ

અમદાવાદ / ખાડા, ખુલ્લા મેનહોલ અને અધૂરા કામનો કહેર, 17 મહિનામાં બિસ્માર રસ્તાઓએ લીધા 9 લોકોના જીવ, 2025-26માં ગંભીર સ્થિતિ

Published By: Nidhi Panchal

Last Updated: 02:11 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રોડ, મેનહોલ અને ડ્રેનેજની ખામીઓ હવે માત્ર નાગરિક પરેશાની પૂરતી સીમિત રહી નથી, પરંતુ જીવલેણ સાબિત થઈ રહી છે. મે-2025થી સપ્ટેમ્બર-2026 દરમિયાન આવી માળખાકીય ખામીઓ અને અસુરક્ષિત કામની સાઇટ સાથે જોડાયેલી 7 ઘટનાઓમાં 9 લોકોનાં મોત થયા છે.

ADVERTISEMENT

શહેરમાં રોડ, મેનહોલ અને ડ્રેનેજનું કામ નાગરિક સુવિધા માટે થાય છે, પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં કેટલીક ઘટનાઓમાં આ જ નાગરિક માળખાકીય ખામીઓ જીવલેણ બની છે. મે-૨૦૨૫થી સપ્ટેમ્બર-૨૦૨૬ સુધીમાં રોડ ખાડા, ખુલ્લા અથવા તૂટેલા મેનહોલ, ડ્રેનેજ કામ દરમિયાનની અસુરક્ષિત સ્થિતિ અને કામની સાઇટ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવે સીધી રીતે જોડાયેલી સાત જીવલેણ ઘટનાઓમાં કુલ નવ લોકોનાં મોત થયાં છે.

metro-1

આ વચ્ચે ૨૨ સપ્ટેમ્બરે ગોતા સિલ્વર ઓક કોલેજ નજીક ૧૯ વર્ષીય વિદ્યાર્થિની પ્રેરણા નિનામાનું ક્રેનની અડફેટે મોત થતાં શહેરમાં રોડ અને ટ્રાફિક સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ યુવતીને પાછળથી ક્રેને ટક્કર મારી હતી અને ઘટનામાં તેનું મોત થયું હતું. ક્રેનચાલકને પોલીસે ઝડપી લીધો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

વરસાદ બાદ રસ્તાઓ પર મોટા ખાડા

ગોતા વિસ્તારમાં આ ઘટના એવા સમયે બની છે, જ્યારે તાજેતરના વરસાદ બાદ રસ્તાઓ પર મોટા ખાડા અને રોડ ડેમેજની ફરિયાદો પણ સામે આવી હતી. ગોતા-ઘાટલોડિયા વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાઓને નુકસાન અને મોટા ખાડા સર્જાયાની નોંધ પણ લેવાઈ હતી. 2025માં હજારો ખાડા-રોડની ફરિયાદોનો ઢગલો, AMCના મોન્સૂન કંટ્રોલરૂમના આંકડા મુજબ ૫ મેથી ૯ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન શહેરમાં ૮,૫૦૦થી વધુ ખાડા નોંધાયા હતા. પશ્ચિમ ઝોનમાં ૨,૦૦૦થી વધુ અને દક્ષિણ ઝોનમાં ૧,૭૬૧ ખાડા નોંધાયા હતા, જ્યારે શહેરના બ્રિજ પર પણ ૪૦૦થી વધુ ખાડા નોંધાયા હતા. જૂન-૨૦૨૫માં માત્ર એક મહિનામાં ૫,૦૩૩ ઓનલાઈન રોડ ફરિયાદો મળી હતી, તેમાં ૩,૨૬૪ રોડ ડેમેજ અને ૮૩૮ ખાડા સંબંધિત ફરિયાદો હતી. જુલાઈના મધ્ય સુધી નોંધાયેલા ૭,૩૨૬ ખાડામાંથી ૬,૫૯૪ ખાડા પુરાયા હોવાનો એએમસીનો દાવો હતો.

એક પછી એક જીવલેણ ઘટના

સપ્ટેમ્બર-૨૦૨૫માં નારોલમાં પાણી ભરાયેલા રસ્તા પર ખાડો ટાળતી વખતે ટુ વ્હીલર અસ્થિર બન્યું હતું. ત્યાર બાદ રસ્તા પરના વીજપ્રવાહના સંપર્કમાં આવતાં રાજન સિંગલ અને તેમનાં પત્ની અંકિતાનાં મોત થયાં હતાં. આ કેસમાં બે એએમસી અધિકારીઓ અને ત્રણ કોન્ટ્રાક્ટરો સામે ધરપકડની કાર્યવાહી થઈ હતી. બોપલમાં સપ્ટેમ્બર-૨૦૨૫માં મેનહોલની સફાઈ દરમિયાન કૃષ્ણા કોરી અને વિકાસ કોરીનાં મોત થયાં હતાં. ત્યાર બાદ ઓક્ટોબરમાં ઉસ્માનપુરામાં ડ્રેનેજ મેનહોલમાં ઊતરેલા કોન્ટ્રાક્ટ કર્મચારી અભિષેક બડેલાલનું ગૂંગળાઈ જવાથી મોત થયું હતું. નવેમ્બર-૨૦૨૫માં કુબેરનગરમાં તૂટેલા મેનહોલ કવર સાથે ટુ વ્હીલર અથડાતાં નંદલાલ અંબવાણી ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ખાસ બાબત એ હતી કે અકસ્માત પહેલાં સ્થાનિકોએ ૧૬, ૧૭ અને ૨૫ નવેમ્બરે મેનહોલ અંગે ફરિયાદ કરી હતી.

2026માં પણ કામની સાઈટો જોખમી

જાન્યુઆરી-૨૦૨૬માં રખિયાલમાં ડ્રેનેજ કામ દરમિયાન મેનહોલનો ભારે સ્લેબ પડતાં ચાર વર્ષના બાળકનું મોત થયું હતું. તે જ મહિનામાં ન્યૂ મણિનગરમાં ડ્રેનેજ ટ્રેન્ચમાં માટી ધસી પડતાં ૧૭ વર્ષીય પંકજ કટારાનું મોત થયું હતું. પોલીસના પ્રાથમિક નિવેદન મુજબ ટ્રેન્ચમાં પૂરતું બેરિકેડિંગ કે પ્રોટેક્ટિવ સપોર્ટ નહોતો.

જાન્યુઆરીના અંતમાં ઘીકાંટામાં ડ્રેનેજ કામ દરમિયાન જૂનું મકાન ધરાશાયી થતાં ૬૨ વર્ષીય પુષ્પા પંચાલનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : ‘ઘટના માત્ર અકસ્માત છે’, ગુજ્જુ લવ ગુરુ સાથેની ટક્કરમાં ઈજાગ્રસ્ત યુવકે કહી હકીકત

કરોડોના ખર્ચ વચ્ચે સલામતીનો સવાલ

એક તરફ એએમસી દ્વારા રોડ-ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્ક માટે કરોડો રૂપિયાનું આયોજન ચાલી રહ્યું છે. ૨૦૨૬ના અહેવાલ મુજબ ૧૦૦થી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કુલ મૂલ્ય રૂ. ૩,૦૦૦ કરોડથી વધુ હતું. તેમાં સ્ટોર્મ વોટર અને ડ્રેનેજના મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ લાઇનો તથા ‌િડસિલ્ટિંગ પાછળ રૂ. ૨,૦૦૦ કરોડથી વધુ ખર્ચ થયાનો અહેવાલ છે, છતાં પાણી ભરાવાની, રોડ ડેમેજ અને ખાડાની સમસ્યા યથાવત્ રહેતાં સવાલ માત્ર ખર્ચનો નથી, પરંતુ કામની ગુણવત્તા અને સલામતીની દેખરેખનો પણ છે. હવે સવાલ એ છે કે રોડ કે ડ્રેનેજનું કામ શરૂ થાય ત્યારે બેરિકેડિંગ, મેનહોલ કવર, સાઇનેજ, રાતે સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી કોની? ફરિયાદ નોંધાયા પછી કામગીરી થાય છે કે અકસ્માત બાદ? ગોતા જેવી તાજી ઘટના અને અગાઉના જીવલેણ બનાવો વચ્ચે આ સવાલ ફરી ગંભીર બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Road Safety Drainage Work Manhole

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ