ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:20 PM, 23 September 2026
ADVERTISEMENT
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોંઘવારીના આ યુગમાં હવે મનોરંજન મેળવવું પણ ખિસ્સા પર ભારે પડવાનું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શહેરમાં મનોરંજન કર દરોમાં 570% સુધીના મોટો વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવશે, તો મુંબઈના થિયેટરો અને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવી 5 ગણી મોંઘી થઈ જશે. આ ઉપરાંત મ્યુઝિક કોન્સર્ટ અને સ્ટેજ શોની ટિકિટોના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
BMC ના પ્રસ્તાવ મુજબ વિવિધ મનોરંજન ક્ષેત્રો માટે ટેક્સના દરોમાં નીચે મુજબનો ફેરફાર સૂચવવામાં આવ્યો છે:
AC સિનેમા અને મલ્ટિપ્લેક્સ: પ્રતિ ટિકિટ એન્ટરટેઈનમેન્ટ ટેક્સ રૂ.60 થી વધારીને રૂ.400 કરવાનો પ્રસ્તાવ છે, જે સીધો 570% નો વધારો દર્શાવે છે.
ADVERTISEMENT
Non-AC સિનેમા હોલ: પ્રતિ ટિકિટ ટેક્સ રૂ.45 થી વધારીને રૂ.200 કરવાનો પ્રસ્તાવ છે, જે 400% નો વધારો છે.
કોન્સર્ટ અને પર્ફોર્મિંગ આર્ટ્સ: નાટક અને લાઇવ કોન્સર્ટ પરનો ટેક્સ રૂ.50 થી વધારીને રૂ.100 અને અન્ય મનોરંજન શો માટે રૂ.25 થી વધારીને રૂ. 75 કરવાનો પ્રસ્તાવ છે.
ADVERTISEMENT
મિનિ થિયેટર: મિનિ થિયેટર અને વિડિયો હોલ માટે પ્રતિ ટિકિટ રૂ.90 નો નવો ટેક્સ દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં અગાઉ કોઈ ટેક્સ લાગતો નહોતો.

ADVERTISEMENT
પ્રાદેશિક સિનેમા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી BMC એ એક મોટી રાહત આપી છે. ગુજરાતી અને મરાઠી ભાષાની ફિલ્મો, નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દર્શાવતા સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને થિયેટરો માટે 100% ટેક્સ માફીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિક પ્રાદેશિક સિનેમાને મોટો ટેકો મળશે.
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ આ નવા ટેક્સ સ્ટ્રક્ચરને મંજૂરી આપીને સત્તાવાર ગેઝેટ બહાર ન પાડે, ત્યાં સુધી વર્ષ 2014-15 ના જૂના દરો જ યથાવત રહેશે. હાલમાં AC થિયેટરો પ્રતિ શો રૂ.60 અને Non-AC થિયેટરો પ્રતિ શો રૂ. 45 નો ટેક્સ ચૂકવે છે. વધુમાં, જે ટેક્સપેયર્સ 1959 ના નિયમ મુજબ દર મહિનાની 5th તારીખ સુધીમાં એડવાન્સમાં ટેક્સ જમા કરાવે છે, તેમને મળતી 6% ની છૂટ 2027-28 સુધી ચાલુ રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ